ગુજરાત(Gujarat) સહિત દેશમાં સતત વધતી મોંઘવારીથી(inflation) સામાન્ય જનતા પિસાઈ રહી છે.ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે અમૂલે પોતાના અલગ- અલગ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે.મહત્વનું છે કે, દૂધથી બનેલી પેક્ડ પ્રોડક્ટમાં 5 ટકા જીએસટી (GST) લાગૂ કરવામાં આવ્યો છે.જેના કારણે અમૂલે પણ પોતાની વિવિધ પેક્ડ પ્રોડક્ટના(Amul products) ભાવમાં વધારો ઝીંક્યો છે.જે અંતર્ગત અમૂલના મસ્તી દહી(Curd) અને લસ્સીના પાઉચમાં આજથી જ નવો ભાવ વધારો અમલી થઈ જશે.
અમૂલ દહીના 400 ગ્રામના પાઉચ ઉપર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જે બાદ નવો ભાવ 32 થયો છે.આજ રીતે મસ્તી દહીના 1 કિલોના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં (Procurement Price) 10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી હતી. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા થયો છે. જે ભાવ અગાઉ 730 રૂપિયા હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળશે.