Anand : વડતાલ સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓને મફતમાં રહેવા ખાવા સાથે આધુનિક હોસ્ટેલની સુવિધા મળશે

|

Aug 19, 2021 | 1:28 PM

રૂપાણીએ વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્યમંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.

Anand : વડતાલ સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓને મફતમાં રહેવા ખાવા સાથે આધુનિક હોસ્ટેલની સુવિધા મળશે
Gujarat CM vijay Rupani

Follow us on

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે. શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાતની વિકાસયાત્રાની વાત કરવી હોય તો, આધ્યાત્મિકતા ક્ષેત્રે નરસૈયાની કરતાલ, શ્રમિકોના શોષણ સામે ગાંધીજીની હડતાલ અને ધર્મ શિક્ષણ ક્ષેત્રમાં સ્વામિનારાયણના વડતાલની ઐતિહાસિક ધરોહરને યાદ કરવા પડે.

રૂપાણીએ વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્યમંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.આ છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે સંસ્કાર અને રાષ્ટ્ર ઘડતરનું શિક્ષણ મેળવશે.આ છાત્રાલય ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 21 મી સદી જ્ઞાનની સદી છે,ત્યારે ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું શિક્ષણપ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જે વડાપ્રધાન મોદીનું આત્મ નિર્ભર ભારત અને નવા ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તેમણે ઉમેર્યું કે ઘર પરિવારથી દૂર રહીને અહી નિર્માણ થનાર ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે. આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ-વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઇ રહયું છે તે વિશેષ આનંદની વાત છે.

તેમણે ઉમેર્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ કરમસદની નજીક વલ્લભ વિદ્યાનગર તેમના જ આશીર્વાદથી ભાઇકાકા અને ભીખાભાઇ સાહેબે ચારૂતર વિદ્યામંડળના નેજામાં વિકસાવેલું નગર છે. જેમાં આજે એક વધુ પુષ્પનો ઉમેરો થયો છે.

મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પર સ્વામિનારાયણ ભગવાનની હંમેશા કૃપા દ્રષ્ટિ રહી છે.કોરોના કાળ હોય કે વાવાઝોડાના સમયે સરકારની સાથે વડતાલ મંદિર માનવ સેવા માટે અગ્રેસર રહ્યું છે. પ.પુ. આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું કે છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓ માટે તમામ વ્‍યવસ્‍થા નિઃશુલ્ક કરવામાં આવી છે. આ છાત્રાલયમાં રહી અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થશે અને તેઓ દેશના સાચા નાગરિક બનશે.

સરધાર મંદિરના શ્રી નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અનેક સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે તે પરંપરાને જાળવીને આજે છાત્રાલય અને મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે આનંદની વાત છે.અહી વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે જ્ઞાન પ્રાપ્ત કરી દેશના શ્રેષ્ઠ નાગરિકો બનશે.

કુંડલધામના શ્રી જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાં ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સરકારની સાથે રહી સરાહનીય કામગીરી કરી હતી. સંવેદનશીલ મુખ્ય મંત્રીએ જીવ માત્રના કલ્યાણ માટે ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રારંભમાં ડો.સંતવલ્લભ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.   આ અવસરે શ્રી રાકેશ પ્રસાદ મહારાજના 55મા તથા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ મા જન્મ દિને વિશાળ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

Next Article