Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો

|

Dec 30, 2021 | 3:59 PM

આણંદ જિલ્લાના પેટલાદના સુણાવ ગામમાં એ.જી.જી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એક સાથે 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ આવતા શાળા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ શિક્ષિકાઓ શાળામાં કેટલા વિદ્યાર્થી અને સ્ટાફના સંપર્કમાં આવ્યા હશે તે અંગે કોઇ જાણકારી નથી.

કોરોનાકાળ (Coronal period)માં ઓનલાઇન શિક્ષણ (Online education) શરુ કર્યા બાદ માંડ માંડ કેસ ઓછા થતા શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ (Offline education) શરુ કરવામાં આવ્યુ હતુ. જો કે છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં સતત કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદના સુણાવની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે તે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા વધી છે.

 

4 શિક્ષિકા કોરોના પોઝિટિવ

આણંદ (Anand) જિલ્લાના પેટલાદ (Petlad)ના સુણાવ (Sunav)ગામમાં એ.જી.જી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એક સાથે 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ આવતા શાળાના તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ શાળામાં KGથી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ શિક્ષિકાઓ શાળામાં કેટલા વિદ્યાર્થી અને સ્ટાફના સંપર્કમાં આવ્યા હશે તે અંગે કોઇ જાણકારી નથી. તેથી શાળા સંચાલકોએ શાળાને 15 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સંપર્કમાં આવનારાઓનું ટેસ્ટિંગ થશે

સુણાવ ગામમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં 4 શિક્ષિકા પોઝિટિવ આવતા તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં ચારેય શિક્ષિકાઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

સુણાવ ગામની શાળામાં કોરોના કેસ નોંધાતા હાલ 15 દિવસ માટે શાળા બંધ કરી દેવામાં આવી છે. જો કે તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થશે તે ચોક્કસ છે. ત્યારે હવે શાળાઓમાં નોંધાતા કેસ વચ્ચે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઇન અને ઓફલાઇન વચ્ચે ઝોલા ખાતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સજ્જ, જાણો કેવી છે તૈયારીઓ?

આ પણ વાંચોઃ Surat : કોરોના અને ઓમીક્રોનના કેસો વધતા VNSGU મોટાભાગની પરીક્ષા ઓનલાઇન મોડથી લેશે

 

Published On - 3:59 pm, Thu, 30 December 21

Next Video