Gujarat Weather : 48 કલાક વાતાવરણ સૂકું અને વાદળછાયું રહેશે, ત્યાર બાદ 5, 6 અને 7 માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની વકી

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવ ની કોઈ આગાહી નથી.

Gujarat Weather : 48 કલાક વાતાવરણ સૂકું અને વાદળછાયું રહેશે, ત્યાર બાદ 5, 6 અને 7 માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની વકી
| Edited By: | Updated on: Mar 03, 2023 | 2:23 PM

રાજ્યના વાતાવરણમાં બે દિવસમાં જ મોટો ફેરફાર નોંધાશે . હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં 2 થી 5 ડિગ્રી સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે: હવામાન વિભાગ

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવ ની કોઈ આગાહી નથી.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ તથા ઇસ્ટરલી ટ્રફ ને કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાદળ બંધાયા બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે. અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે.

સાથે જ ગરમી અંગે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધારો રહેશે  અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે. તો મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.

Published On - 2:20 pm, Fri, 3 March 23