અમરેલીના રામપરામાં સિંહ પરિવારનો દિવાલ કૂદતો વીડિયો સામે આવ્યો

|

Nov 20, 2021 | 9:45 AM

અમરેલીના રાજુલાના રામપરા ગામના આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક પછી એક સિંહ દીવાલની છલાંગ લગાવી અન્ય વિસ્તારમાં તરફ જઇ રહ્યા છે.

ગુજરાતના(Gujarat) અમરેલી(Amreli)પંથકમાં સિંહ(Lion)જોવા મળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં અવાર નવાર અનેક વિસ્તારોના સિંહ જોવા મળી રહ્યા છે. જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. જેમાં હાલમાં જ અમરેલી જિલ્લામા 5 સિંહ દીવાલને કૂદતો વીડિયો સામે આવ્યો છે .

આ વિડીયો રાજુલાના રામપરા ગામનો છે. જેમાં મોડી રાત્રે સિંહ પરિવાર ગામમાં પ્રવેશ કરતો નજરે પડે છે.  આ  વિડીયોમાં જોઇ શકાય છે કે એક પછી એક સિંહ દીવાલની છલાંગ લગાવી અન્ય વિસ્તારમાં તરફ જઇ રહ્યા છે.જો કે આ  તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે વનવિભાગના પેટ્રોલિંગના અભાવે સિંહો વધુ પડતા ગામડામાં ઘુસી જાય છે

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે કરશે અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત

Next Video