અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ, જાફરાબાદના રોહિસામાં વીજળી પડતા 16 વર્ષિય કિશોર અને આધેડનું મોત

|

Nov 26, 2023 | 7:33 PM

સમગ્ર અમરેલી જિલ્લામાં માવઠાની સ્થિતિ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક તાલુકામાં વીજળી પડવાની પણ ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં વીજળી પડવાથી જાફરાબાદ તાલુકામાં જ બે લોકોના મોત થયા છે.

અમરેલી જિલ્લામાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

જાફરાબાદમાં વીજળી પડતા 16 વર્ષિય કિશોરનું મોત

રાજુલાના જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો જાફરાબાદમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડી. રોહિસામાં વીજળી પડતા એક કિશોરનું મોત થયુ છે. 16 વર્ષિય કિશોર વાડી વિસ્તારમાં કઠોળ ઢાંકતો હતો ઓ સમયે વીજળી પડતા તેનુ મોત થયુ હતુ. કિશોરને જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રાજુલાના ધારાસભ્યના હિરા સોલંકીના પુત્ર સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

રોહિસામાં 50 વર્ષિય આધેડનું વીજળી પડતા મોત

જાફરાબાદના રોહિસામાં જ વધુ એક વીજળી પડવાની ઘટનામાં 50 વર્ષિય આધેડનું મોત થયુ છે. વાડી વિસ્તારમાં ઝૂંપડા પર વીજળી પડતા આધેડનું મોત થયુ હતુ. જગાભાઈ બાંભણિયા પર વીજળી પડતા તેમને જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

રાજુલા, જાફરાબાદ, બાબરાના ગ્રામ્યમાં વરસાદ

આ તરફ કુંકાવાવ તાલુકામાં પણ બપોર બાદ માવઠાની સ્થિતિ સર્જાઈ હતી કુંકાવાવ, અરજણસુખ, ખજુરી પીપરિયા, તોરીમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીના પાકમાં નુકસાન જવાની ભીતિ છે. આ તરફ રાજુલાના હિંડોરણા, છતડિયા, ખાખબાઈ, વડલી સહિત મોટાભાગના ગામડામાં કમોસમી વરસાદ થયો. તો જાફરાબાદના સરોવડા, નાગેશ્રી, કંથારીયા, ભટવદર સહિત ગામડામાં વરસાદ પડ્યો હતો.

બાબરા તાલુકાના ચમારડી, ચરખા, ઉટવડ, નીલવડા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. વહેલી સવારથી વરસાદ પડ્યા બાદ બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. માવઠાથી રવિપાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ચમારડી, વલારડી, ગલકોટડીમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાખરિયા સહિતના મોટાભાગના ગામમાં માવઠાની સ્થિતિ જોવા મળી.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો : યાજ્ઞિક રોડ પર ખ્યાતનામ DNS પર આરોગ્ય વિભાગની તવાઈ, 20 લીટર એક્સપાયરી વાળો દૂધનો જથ્થો ઝડપાયો

સાવરકુંડલા તાલુકામાં ભરશિયાળે ચોમાસાનો માહોલ

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્યમાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. જુનાસાવર ગામમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો. માવઠાથી રવિ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. લગ્નની સીઝનમાં જ વરસાદ વિલન સ્વરૂપે ખાબક્યો છે.

Input Credit- Raju Kariya, Jaydev Kathi- Amreli 

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article