અમરેલીના શાંતા બા જનરલ હોસ્પિટલમાં 1 માસ અગાઉ થયેલા અંધાપા કાંડનો રિપોર્ટ હજૂ સુધી આરોગ્યપ્રધાન પાસે પહોંચ્યો નથી. આ ખુલાસો ખુદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કર્યો છે. અમરેલીના રાજુલા શહેરની ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે, હજુ મારી સુધી તપાસનો રિપોર્ટ પહોંચ્યો નથી જ્યારે તપાસ રિપોર્ટ પહોંચશે તો તેની તપાસ કરીને કસુરવારો સામે પગલા લેવાશે. મહત્વનું છે કે, એક મહિના અગાઉ શાંતા બા જનરલ હોસ્પિટલમાં 15 થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન કર્યા બાદ આંખમાંથી દેખાવવાનું બંધ થતાં મોટો અંધાપા કાંડ સર્જાયો હતો.
અમરેલી: શાંતા બા જનરલ હોસ્પિટલમાં 1 માસ અગાઉ થયેલા અંધાપા કાંડનો રિપોર્ટ હજૂ સુધી આરોગ્યપ્રધાન પાસે નથી પહોંચ્યો #Gujarat #TV9News pic.twitter.com/JZFC1BRtFc
— Tv9 Gujarati (@tv9gujarati) January 21, 2023
જે બાદ રાજ્યના આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. અને કમિટીની રચના કરી તપાસ સોંપાઈ હતી. પરંતુ 1 માસ જેટલો સમય વીત્યા છતાં આજ દિન સુધી તપાસ રિપોર્ટ આરોગ્ય મંત્રી સુધી ન પહોંચતા ફરી અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને સમગ્ર મામલે બેજવાબદારોને બચાવી રહ્યા હોવાની લોક ચર્ચા થઈ રહી છે.
Published On - 12:52 pm, Sat, 21 January 23