Amreli :રાજુલામાં રેલવેની જમીન નગરપાલિકાને નહિ મળે, રેલવેના જનસંપર્ક અધિકારીનું સત્તાવાર નિવેદન

|

Jun 25, 2021 | 5:16 PM

Amreli : છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના રાજુલા રેલવે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. રેલવેના જનસંપર્ક અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી કે, રેલવેની જે જમીન નગરપાલિકાને આપવાની હતી. તે જમીન હવે નગરપાલિકા (Municipality)ને નહિ આપે.

Amreli : છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના રાજુલા રેલવે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. રેલવેના જનસંપર્ક અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી કે, રેલવેની જે જમીન નગર પાલિકાને આપવાની હતી તે જમીન હવે નગરપાલિકા (Municipality)ને નહિ આપે.

ધારાસભ્ય અંબરીશ ડેર (MLA Amrish Der) રાજુલા તાલુકાના બર્બટાણા ગામ નજીક આવેલા રેલવે સ્ટેશન (Railway station)માં નગરપાલિકા (Municipality) પ્રમુખ સહિતના લોકો કોરોના ગાઈડલાઈનના નિયમો હેઠળ ઉપવાસ પર ઉતર્યા હતા.  આ સાથે જ રાજુલા રેલવેની જમીન નગરપાલિકાને સોંપવાની પણ માંગ કરી હતી. અમરેલીમાં રાજુલામાં રેલવેની જમીન નગરપાલિકાને મળશે નહિ,

 

નગરપાલિકા(Municipality)ને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે પાછો ખેંચવામાં આવ્યો છે.રેલવેની જમીન પર ગ્રીન પેચ વિકસાવવા નગરપાલિકા સાથે સમજૂતી કરવામાં આવી હતી. ભવિષ્યમાં વિકાસ લક્ષી કામ માટે જરુર પડશે તો જમીન પાછી લેવાની રેલવેએ શરત મુકી હતી.

રાજુલામાં રેલવેની જમીન વિવાદ મુદ્દે રેલવે દ્વારા પ્રેસનોટ જાહેર થતા ધારાસભ્ય અંબરીશ ડેરે (MLA Ambarish Der )પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગાર્ડન ન થાય તો કંઈ નહિ પરંતુ રેલવે જાહેર કાર્ય ગોડાઉન અને સોલાર માટે જમીન ઉપયોગ કરશે તે આવકાર્ય છે.

ધારાસભ્યએ કહ્યું કે, લોકોના કામો માટે જે રેલવેએ જાહેરાત કરી કે સોલાર પેનલો અને ગોડાઉન બને અમે સહકાર આપવા તૈયાર છીએ.ધારાસભ્ય અંબરીશ ડેરે (MLA Ambarish Der ML) જમીન નગરપાલિકાને આપવા માટે આંદોલન ચલાવ્યું હતુ. રેલવે અને ધારાસભ્ય વચ્ચે વિવાદ 18 દિવસ ચાલ્યો હતો.

નોંધનીય છે કે, છેલ્લા 25 વર્ષથી રાજુલામાં ટ્રેન ચાલતી નથી. રાજુલામાં રેલવેની બદહાલ જમીનમાં નગર પાલિકા રસ્તો કાઢી અહીં બ્યુટીફિકેશન કરવા માગતી હતી.

 

Published On - 5:08 pm, Fri, 25 June 21

Next Video