અમરેલી જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે સિંહણ બની આક્રમક, વનવિભાગના 2 કર્મચારી સહિત ત્રણ લોકો પર કર્યો હુમલો- વીડિયો

|

Mar 24, 2024 | 10:57 PM

અમરેલી જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામની સિન્ટેક્સ કંપનીના સિક્યોરિટી ગાર્ડ પર સિંહણે હુમલો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. જે બાદ મીતીયાળા નજીક સીમ વિસ્તારમાં સિંહણ ફરી આક્રમક બની જતા ગામલોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના કર્મચારી સિંહણને પકડવા જતા 2 કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ વનવિભાગના ડ્રાયવર પણ હુમલો કર્યો હતો, એકસાથે ત્રણ લોકો પર હુમલો થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.

અમરેલીના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલા સિન્ટેક્સ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ પર એક સિંહણે રાત્રે હુમલો કર્યો હતો. આ કંપનીમાં અવારનવાર સિંહો ઘુસી જવાની ઘટના પણ બની ચુકી છે. ત્યારે સિક્યોરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતા ત્યારે અચાનક સિંહ આવી ચડતા હુમલો કરી દીધો હતો. આ હુમલાની ઘટનામાં વનવિભાગે તપાસ હાથ ધરી છે.

એ બાદ સવારે એક સિંહણે વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. મીતીયાળા ગામની સીમ નજીક સિંહણ આક્રમક બની હતી અને ગામલોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા સિંહણને પકડવા જતા 2 કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ વનવિભાગના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો, એકસાથે 3 વ્યક્તિ પર હુમલો થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વનવિભાગના કર્મચારીઓ અને ઓફિસરોએ જીવના જોખમે સિંહણને ઈંજેક્શન આપી બેભાન કરી હતી. જે બાદ જાફરાબાદ રેન્જએ 2 કલાકમાં ઓપરેશન પાર પાડી સિંહણને પાંજરે પુરી હતી. રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ જાફરાબાદ રેન્જની કામગીરીને બિરદાવી હતી. જીવના જોખમે આ ઓપરેશન પાર પાડવા બદલ વનવિભાગની પ્રશંસા કરી હતી.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ‘Every Vote Counts’ ને સાર્થક કરતા એક વ્યક્તિ માટે પણ દુર્ગમ વિસ્તારમાં ઉભા કરાયા મતદાન મથકો- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video