
અમરેલીના વડીયા તાલુકાના અરજણસુખ ગામે સિંહણનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સિંહણના હુમલાની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સિંહણ આક્રમક બનતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિંહણને રેસ્ક્યૂ કરવાની કામગીરી દરમિયાન વન વિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ હુમલો થયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સતત હુમલાની ઘટનાઓ સામે આવતા વન વિભાગે સિંહણને પકડવા માટેની કામગીરી વધુ તેજ કરી છે.
સિંહણ આક્રમક બનતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલે પ્રધાન કૌશિક વેકરિયાએ સિંહણને તાત્કાલિક પકડવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહણના રેસ્ક્યૂ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહણને સુરક્ષિત રીતે પકડીને સ્થળાંતર કરવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Amreli: Lioness Attacks Forest Guard, Five Injured in Three Incidents | Gujarat | TV9Gujarati#Amreli #Gujarat #LionessAttack #Vadiya #GirLions #TV9Gujarati pic.twitter.com/TCBfGopg4V
— Tv9 Gujarati (@tv9gujarati) October 2, 2026
સિંહણની હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગ્રામજનો અને ખેડૂતોને સીમ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એકલા ખેતરમાં ન જવા અને સિંહણ દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગની ટીમ સમગ્ર વિસ્તારમાં નજર રાખી રહી છે અને સિંહણને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
લિવ-ઈનમાં જન્મેલા બાળકને મળશે પિતાનો હક્ક, રાજ્ય સરકારના UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, જુઓ Video
Published On - 1:14 pm, Fri, 2 October 26