Gujarat Monsoon 2022: રાજ્યમાં ભાદરવો ભરપૂર, શ્રીકાર વર્ષાથી 107 ડેમ હાઇએલર્ટ ઉપર

|

Sep 12, 2022 | 9:44 AM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ 90.82 ટકા ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી 12860 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભાદર ડેમની સપાટી 32.70 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમ ભયનજક સપાટીથી માત્ર 5. 50 ફૂટ દૂર છે છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધવામાં આવ્યો છે.

Gujarat Monsoon 2022: રાજ્યમાં ભાદરવો ભરપૂર, શ્રીકાર વર્ષાથી 107 ડેમ હાઇએલર્ટ ઉપર
State dam overflow in monsoon

Follow us on

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે સારા વરસાદને  (Rain) કારણે વિવિધ જિલ્લામાં આવેલા ડેમ હાલમાં હાઇ એલર્ટ ઉપર છે. રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં 107 ડેમ હાઇ એલર્ટની પરિસ્થિતિમાં છે તો કુલ 207 ડેમમાં સરેરાશ 88. 37 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. તેથી આ વર્ષે સિંચાઇ અને પીવાના પાણી માટે નાગરિકોને અછતનો સામનો કરવો નહીં પડે તેવી સ્થિતિ હાલમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના 41, કચ્છના 11 અને દક્ષિણ ગુજરાતના 8 ડેમ, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 4 ડેમ પાણીથી છલોછલ  (Dam overflow ) છે અને હજી પણ સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે વરસાદ થતા પાણીનો ભરાવો વધી શકે છે. ડેમ જ્યાં ભરાઈ ગયા છે. તેવા સ્થળોએ નીચાણવાસના ગામડાંઓને એલર્ટ (Alert) રહેવાની સૂચના આપવામાં આવી છે તેમજ નદીના પટમાં અવર જવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે.

ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની આવક 27,696 ક્યૂસેક થઈ છે અને ઉકાઈ ડેમની જળસપાટી 339.51 ફૂટે પહોંચી છે. ડેમમાંથી હાલમાં 11,804 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે અને ઉકાઈ ડેમ ભયનજક સપાટીથી માત્ર 5. 50 ફૂટ દૂર છે છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધવામાં આવ્યો છે.

અમરેલીના સુરવો ડેમનો 1 દરવાજો ખોલાયો

ગીર સોમનાથ તેમજ અમરેલી અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી એક વાર ભરાઈ ગયો છે. અને તેને કારણે નીચાણવાસના ગામના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલીના વડીયાના અરજણસુખ, તોરી ગામમાં રાતભર ખાબકેલા વરસાદ બાદ પાણીની આવક વધી છે અને  સુરવો ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. સુરવો ડેમમાં 159 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક થઈ રહી છે

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ છલકાયો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ 90.82 ટકા ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી 12860 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભાદર ડેમની સપાટી 32.70 ફૂટ પર પહોંચી છે. ભાદર 1 ડેમ ઓવરફલો થવામાં 1.30 ફૂટ બાકી છે. ભાદર એક ડેમ છલકાવવાની તૈયારી થતા જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

ઝોન પ્રમાણે ડેમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો,  રાજ્યના સરેરાસ ડેમ પાણીથી ભરેલા છે અને રાજ્યના વરસાદ તથઆ ઉપરવાસના વરસાદને કારણે વિવિધ ડેમમાં  પાણીની આવક થઈ રહી છે.

 

  1. ગુજરાતના મહત્વના  સરદાર સરોવર ડેમમાં 95.88 ટકા પાણીનો જથ્થો છે.
  2. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 87.17 ટકા પાણી છે.
  3. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.79 ટકા પાણી છે.
  4. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 86.54 ટકા પાણી છે.
  5.  કચ્છના 20 ડેમમાં 73.68 ટકા પાણી છે.
  6. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ 76.64 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

 

રાજ્યમાં ડેમની સ્થિતિ

  • 100 ટકા ભરાયેલા 70 ડેમ હાઈએલર્ટ પર
  • 90થી 100 ટકા ભરાયેલા 38 ડેમ હાઈએલર્ટ પર
  • 80થી 90 ટકા ભરાયેલા 22 ડેમ એલર્ટ પર
  • 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર
  • 70 ટકાથી ઓછા ભરાયેલા 67 ડેમ
Next Article