Breaking news : અમરેલીના દામનગર નજીક શ્વાનના ટોળાએ બાળક પર કર્યો હુમલો, ૩ વર્ષના બાળકનું મોત

ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધુ હોવાની ઘટના સામે આવી છે.

Breaking news : અમરેલીના દામનગર નજીક શ્વાનના ટોળાએ બાળક પર કર્યો હુમલો, ૩ વર્ષના બાળકનું મોત
Amreli
| Updated on: May 31, 2023 | 12:41 PM

Amreli : રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે, શ્વાનના આતંકની એક ઘટના અમરેલીમાં જોવા મળે છે. અમરેલીમાં શ્વાનના હુમલાથી 3 વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Gujarati Video: Amreli: કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પારાવાર નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માગ

સુરતમાં શ્વાન કરડવાથી બાળકીનું થયુ હતુ મોત

મહત્વનું છે કે આ અગાઉ સુરતમાં શ્વાન કરડવાની અનેક ઘટના સામે આવી હતી. સુરતના ખજોદ વિસ્તારની બાળકી પર રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. શ્વાને એક બાદ એક 10-15 નહીં પરંતુ 40 બચકા ભરીને તેને અધમુઈ કરી નાખી હતી. જોકે ત્રણ દિવસ સુધી જીવનનો જંગ લડતી આ માસૂમનું આખરે મૃત્યુ થયું હતુ. તબીબોની એક ટીમ દિવસ રાત બાળકીની સારવારમાં જોડાયેલી રહી હતી. પરંતુ બાળકીના જીવને બચાવવાના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થયા અને તબીબોને પણ હાથ માત્ર નિરાશા લાગી.

આ અગાઉ મહેસાણા ટી.બી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં બની હતી. પોતાના ઘર આગળ રમતી એક નવ વર્ષની બાળકીને કૂતરાને ટચલી આંગળીએ બચકુ ભરી લેતાં ગંભીર ઇજાથી લોહી નિકળવા લાગ્યુ હતુ. બાળકીના પિતા નોકરી અર્થે બહાર ગયા હતા. જેથી પાડોશીએ તાત્કાલી ધોરણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા,જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

શ્વાન ખસીકરણમાં લાખો રુપિયાના એંધાણ

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું તંત્ર શ્વાનના ખસીકરણ માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. વર્ષ 2016-17માં 76 લાખથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે 2017-18માં 57.15 લાખથી વધુનો ખર્ચ ખસીકરણ માટે કરાયો હતો.તો 2019-20માં સર્વાધિક 1 કરોડ 3 લાખનો ખર્ચ ખસીકરણ પાછળ કરાયો હતો. જ્યારે 2022-21માં 82 લાખનો ખર્ચ થયો છે. જ્યારે દર વર્ષે ખસીકરણનો ખર્ચ વધતો હોવા છતાં પણ રખડતા શ્વાનની સંખ્યા ઘટવાને બદલે સતત વધતી જાય છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:15 pm, Wed, 31 May 23