AMRELI : બાબરામાં આવાસના નામે લાભાર્થીઓને અન્યાય, 2 વર્ષથી નથી મળી સરકારી સહાય

|

Nov 06, 2021 | 11:19 AM

પ્રધાનમંત્રી આવાસ માટે 28 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી..જોકે 2 વર્ષ બાદ પણ એકપણ લાભાર્થીને સહાયનો હપ્તો નથી મળ્યો.

AMRELI : ધરતીનો છેડો એટલે ઘર…જીવનમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના ઘરનું સપનું જોતો હોય છે.જોકે કેટલાક એવા પણ કમનસીબ લોકો હોય છે જેમનું સપનું માત્ર સપનુ જ બની રહેતું હોય છે.અમરેલીના બાબરામાં પણ કઇંક આવી જ સ્થિતિ જોવા મળી.અહીં તંત્રની ઢિલી નીતિને પગલે અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું અધૂરૂ રહ્યું છે.

અમરેલીના બાબરામાં ઘરના ઘર માટે રાહ જોતા અનેક લાભાર્થીઓ છે જે સરકાર સામે મદદની ગૂહાર લગાવી રહ્યા છે અને માગી રહ્યા છે પોતાનો હક…પરંતુ સરકારી બાબુઓની ઢિલી નીતિનો ભોગ ગરીબ લાભાર્થીઓ બની રહ્યા છે.અમરેલીના બાબરામાં અનેક લાભાર્થીઓ પાછલા 2 વર્ષથી આવાસની સહાયની રાહ જોઇને બેઠા છે…પરંતુ આજદીન સુધી તેઓને નથી મળી સહાય કે નથી મળ્યું ઘર.

એવું નથી કે આ મામલે લાભાર્થીઓએ તંત્રને કોઇ રજૂઆત ન કરી હોય, રજૂઆત માટે સરકારી કચેરીના ધરમધક્કા ખાઇને લાભાર્થીઓ થાકી ગયા,પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું.પ્રધાનમંત્રી આવાસ માટે 28 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી..જોકે 2 વર્ષ બાદ પણ એકપણ લાભાર્થીને સહાયનો હપ્તો નથી મળ્યો.આ મુદ્દે અધિકારીઓને પૂછાયું તો તે જ જૂનો જવાબ…”કાર્યવાહી ચાલું છે”

વર્ષોના વાણા વાઇ ગયા, પરંતુ લાભાર્થીઓની આંખો સરકારી આવાસની સહાય માટે તરસી રહી છે.સરકારી આવાસની રાહમાં લાભાર્થીઓ હાલ નર્કાગારની જીંગદી જીવી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે કૂંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે અને ગરીબોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરે.

આ પણ વાંચો : 700 વર્ષ જૂની પરંપરા : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડ યોજાઈ

આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની બેઠક યોજાશે

Next Video