Amreli: અમરેલીના આજુબાજુના ગામોમાં સતત ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે. જેમા આજના દિવસમાં એક દિવસમાં સતત ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. રાત્રે 8.18 આસપાસ 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર નોંધાયુ છે.
Follow us on
અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપનો ત્રીજો આંચકો આવ્યો છે. 8.18 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. અગાઉ સવારે 11.50 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત રાત્રે પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ગઈકાલે(23.02.23) પણ સતત ત્રણવાર ભૂકંપના આંચકા આવ્યા હતા. જો કે હળવા આંચકા હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી. ગઈકાલે ખાંભાના સાકરપડા, ધજડી, જીકીયાળી સહિતના ગામડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે પણ 11.50 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યારે ભૂકંપના આંચકાને લઈને સાવધાની રાખવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
ફેબ્રઆરીમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા
24 ફેબ્રુઆરીના રોજ એક દિવસમાં ત્રણવાર ધ્રુજી ધરા
23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો
20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.