AMRELI : લાઠીની મહાદેવ ગૌશાળામાં ચોરી, તસ્કરો 80 મણ વજનની તિજોરી ઉપાડી ગયા

|

Aug 11, 2021 | 12:37 PM

ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ચારથી પાંચ જેટલા તસ્કરો આ ભારે ભરખમ તિજોરીને રસ્તામાં ગબડાવીને લઇ જઈ રહ્યાં છે.

AMRELI : ચોરોએ હવે ઘર, દુકાન, ફેક્ટરી, ઓફીસ જેવી જગ્યાએ ચોરી કરવા ઉપરાંત ગૌશાળા જેવી સમાજિક અને સેવાકીય સંસ્થાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આવેલી મહાદેવ ગૌશાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રીના અંધારામાં મહાદેવ ગૌશાળામાં ઘુસી ચારથી પાંચ જેટલા તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તસ્કરોએ કબાટ તોડ્યા હતા તેમજ સીસીટીવી કેમેરાના ડોંગલને નુકસાન પહોચાડ્યું હતું. પણ નવાઈની વાત એ છે કે તસ્કરો 80 મણ વજનની ભારે ભરખમ તિજોરી ઉપાડીને લઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ચારથી પાંચ જેટલા તસ્કરો આ ભારે ભરખમ તિજોરીને રસ્તામાં ગબડાવીને લઇ જઈ રહ્યાં છે. જો કે આ તિજોરી ખાલી હોવાથી તસ્કરોની બધી જ મહેનત પાણીમાં ગઈ હતી. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી.

આ પણ વાંચો : SABARKANTHA : હિંમતનગર મેડિકલ કોલેજમાં એકસાથે 30 વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગષ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

Next Video