Amreli : રાજુલાનો ધાતરવડી -2 ડેમ પાણીથી 90 ટકા ભરાયો, વહીવટી તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યું

|

Jul 28, 2021 | 4:19 PM

ધાતરવડી-2 ડેમ પાણીથી 90 ટકા ભરાઈ જતાં હાલ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે. અહીં પાણીની સતત આવક વધતા અગાઉથી જ તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો રૂલ લેવલ જાળવવા માટે 0. 0125 મીટર  ખોલી નાખવામાં આવ્યો છે

અમરેલી(Amreli)  જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સારા વરસાદને કારણે ધાતરવડી-2 (Dhatarvadi) ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે. ધાતરવડી-2 ડેમ પાણીથી 90 ટકા ભરાઈ જતાં હાલ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે. અહીં પાણીની સતત આવક વધતા અગાઉથી જ તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો રૂલ લેવલ જાળવવા માટે 0. 0125 મીટર  ખોલી નાખવામાં આવ્યો છે. હાલમાં પ્રતિ સેકન્ડ 47 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ હાલ ડેમમાં ધાતરવડી ડેમ-1 માંથી પાણીની સતત આવક વધી રહી છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Next Video