અમરેલી જિલ્લાના ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સાંજના સમયે પોલીસની ફલેગ માર્ચ આયોજિત કરવામાં આવી હતી. આવતીકાલે ધારીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે.ડીવાયએસપી હરેશ વોરા ની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
નોંધનીય છે કે આવતીકાલે ધારીમાં સરકારી વિભાગની જમીન ઉપર થયેલા 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ ડિમોલિશનમાં નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ વન વિભાગે કાપવાની શરૂઆત કરી હતી. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે.
દ્વારકા જિલ્લામાં માર્ચ માસમાં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવ હતી. દ્વારકાના હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતો. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા અને આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી. અંદાજિત 26.43 લાખ કિંતની જગ્યાનુ દબાણ દુર કરવામાં આવ્યું હતું. દ્વારકાના દરિયાઇ પટ્ટા વિસ્તારમાં કુલ સાત દિવસ સુધી ડિમોલિશનની કામગીરી ચાલી હતી.
દરિયાકાંઠા પર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલા દબાણને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ માટે અગાઉથી નોટીસ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્રારા વિસ્તારમાં દબાણ દુર કરવાનુ હોવાથી ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી લોકોએ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરી છે. તારીખ 11 માર્ચથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…