Amreli : 5 સિંહના રેસક્યૂ મુદ્દે સાંસદ નારણ કાછડીયાનો મોટો ખુલાસો

|

Aug 26, 2021 | 7:05 AM

રાજુલા નજીકથી 5 સિંહના રેસક્યૂના મુદ્દે સાંસદ નારણ કાછડીયાએ મોટો ખુલાસો કર્યો છે. સાંસદે દાવો કર્યો છે કે તમામ 5 સિંહને ગીરના જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

Amreli : જિલ્લાના રાજુલા નજીકથી 5 સિંહના રેસક્યૂના મુદ્દે સાંસદ નારણ કાછડીયાએ મોટો ખુલાસો કર્યો છે. સાંસદે દાવો કર્યો છે કે તમામ 5 સિંહને ગીરના જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. અને રાજ્યના વન પ્રધાને સિંહને ગીરના જંગલમાં છોડી દેવામાં આવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું છે. સાંસદનું કહેવું છે કે મેડિકલ ચેકઅપ માટે સિંહનું રેસ્ક્યુ કરાયું હતું. અને મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ તમામ સિંહને મૂળ સ્થળે પરત છોડી દેવાયા છે.

મહત્વપૂર્ણ છેકે સાંસદનું નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે સિંહને પરત લાવવાની માગ સાથે આંદોલનના મંડાણ થવાના હતા. જોકે સાંસદે સમગ્ર મામલે કોંગ્રેસ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો. પરંતુ સિંહનું રેસક્યું કરવાની જરૂર કેમ પડી તે અંગે રહસ્ય અકબંધ છે.

નોંધનીય છેકે રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા હતા.

વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે વનવિભાગ કોઈ જ ખુલાસો નથી આપી રહ્યું. સિંહોને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં વિહરતા છોડી દેવાની સિંહ પ્રેમીઓએ માંગ કરી હતી.એશિયાટિક સિંહ અને અમરેલી જિલ્લાની શાન ગણાતા ડાલામથ્થા વનરાજ પરિવારનું રેસ્ક્યૂ કરાયું હતું. જેના 5 દિવસ બાદ પણ સિંહ પરિવારને પરત ન લવાતા સિંહપ્રેમીઓની ચિંતા વધી હતી.

Next Video