AMRELI : રાજુલાના કાતર ગામમાં સિંહ પરિવારની લટાર, જુઓ સીસીટીવી ફુટેજ

|

Jul 20, 2021 | 11:18 PM

અમરેલીના રાજુલા પંથકમાં તેનો પુરાવો જોવા મળ્યો. રાજુલા પંથકના કાતર ગામમાં સિંહનો આખો પરિવાર આવી ચડ્યો.

AMRELI : સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરતા હવે સિંહ જંગલમાંથી શિકાર શોધતા શોધતા ગ્રામ્ય વિસ્તારમાં પ્રયાણ કરવા લાગ્યા છે. અમરેલીના રાજુલા પંથકમાં તેનો પુરાવો જોવા મળ્યો. રાજુલા પંથકના કાતર ગામમાં સિંહનો આખો પરિવાર આવી ચડ્યો. જેના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા. CCTV કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સિંહ, સિંહણ અને ચાર સિંહબાળને જોઈ શકાય છે. રાત્રિના સમય દરમિયાન લોકો ઘોર નિંદ્રામાં હતા તે સમયે લટાર મારતા સિંહના પરિવારને જોઈ શકાય છે. જોકે કોઈ શિકાર ન મળતા સિંહ પરિવાર રેવન્યૂ વિસ્તાર તરફ રવાના થયો હતો.

 

 

 

Next Video