Amreli : રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

|

Jul 26, 2021 | 6:38 PM

રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાજુલા શહેરમાં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી હતી. જેથી શહેરના રોડ-રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.

Amreli : જિલ્લાના રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાજુલા શહેરમાં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી હતી. જેથી શહેરના રોડ-રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. ખાસ કરીને શહેરના છતડીયા રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સાથે જ રસ્તાઓ પર વાહનચાલકોને વિઝિબિલીટીની સમસ્યા નડી હતી. તો વરસાદની સાથેસાથે વિજધાંધિયાની પણ સમસ્યા જોવા મળી હતી. રાજુલા શહેરની આસપાસના ગ્રામ્ય પંથકોમાં વિજળી ગુલ થઇ હતી.જોકે, રાજુલા શહેરમાં દર વરસે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે સ્થાનિકોમાં નારાજગી પણ છવાઇ હતી.

 

 

Next Video