Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન

|

Jun 18, 2023 | 10:09 PM

રાજુલા તાલુકાના દરિયા કાંઠેથી અડધો કિલોમીટર દૂર આવેલ કોવાયા ગામમાં વર્ષોથી બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતને મોટાભાગની કેળ પડી જવાના કારણે ભારે નુકસાન આવ્યું છે કચ્છની સાથે અહીં કોવાયા ગામમાં રાજય સરકાર સર્વે કરી ખેડૂતો એ ફરી સહાય કરી મદદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે

Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન
Amreli Crop Damage

Follow us on

Cyclone Biparjoy ના કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્રના દરિયા-કાંઠાના વિસ્તારમાં નુકસાન થયું છે ત્યારે અમરેલી (Amreli) જિલ્લાના દરિયા કાંઠે આવેલ કોવાયા ગામના 1 ખેડૂતની 31 વિઘા જમીનમાં બાગાયતી પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે મોટાભાગની કેળ પડી જતા ખેડૂત ઉપર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાતા સરકારની મદદની માંગ ઉઠાવી છે

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં Cyclone Biparjoy ના કારણે અનેક વિસ્તારમાં ભારે પવન વરસાદ પડવાના કારણે નુકસાન ગયું છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામ દરિયા કાંઠે આવેલુ આ ગામ છે અહીં ભીખાભાઇ લાખણોત્રા એ તાઉતે વાવાઝોડાની તબાહી બાદ ફરી બાગાયતી ખેતી માન્ડ માન્ડ ઉભી કરી હતી અને બાગાયતી પાક માર્કેતમાં વહેચે તે પહેલાં આ બીપરજોઈ વાવાઝોડાના પવનના કારણે 31 વિઘામાં કચ્ચરઘાણ નીકળી ગયો છે.

કુદરતી આફતના કારણે ધરતી પુત્ર બે હાલ થયો છે જોકે ધરતી પુત્ર અને તેમના પરિવર દ્વારા કરાયેલી મહેનત બાદ કેળ ઉભી કરી હતી પરંતુ વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા મોટાભાગની 15000 ઉપરાંત કેળ ઉખડી જતા નીચે પડી જતા વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ખેડૂતના કહેવા પ્રમાણે તમામ પાક ડેમેજ થયો અને તાઉતે વાવાઝોડા બાદ માન્ડ ઉભું કર્યું હતું ત્યાં આ વાવાઝોડાના કારણે બધું પડી જતા ભારે નુકસાન ગયું છે સરકાર ખેડૂતોની મદદ કરશે તો જ ફરી ખેડુતો ઉભા થશે

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

રાજુલા તાલુકાના દરિયા કાંઠેથી અડધો કિલોમીટર દૂર આવેલ કોવાયા ગામમાં વર્ષોથી બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતને મોટાભાગની કેળ પડી જવાના કારણે ભારે નુકસાન આવ્યું છે કચ્છની સાથે અહીં કોવાયા ગામમાં રાજય સરકાર સર્વે કરી ખેડૂતો એ ફરી સહાય કરી મદદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે હાલ તો બાગાયતી પાકમાં આવતી કેળ જડમૂળથી નાશ થયો છે જેના કારણે ફરી તેમને ઉભી કરવી એક પડકાર જનક સવાલ ઉભો થયો છે

તાઉતે વાવાઝોડા સમયે અહીં કોવાયા સહિત આસપાસના ગામડાઓની સ્થિતિ અતિ ખરાબ બની હતી મકાનો પડી ગયા હતા અને ખેતીનો સંપૂર્ણ નાશ થવાના કારણે વ્યાપક નુકસાન ગયું હતું તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતએ પોતાની રાત દિવસ મહેનત કરી ઉભી કરેલી તમામ કેળ પડી જતા હાલ તો સૌવથી મોટી ખેડૂત ઉપર કુદરતી આફત આવી છે રાજય સરકાર કચ્છ સાથે આ કોવાયા ગામને મદદ કરશે કે કેમ ? તે તો આવનારો સમયજ બતાવશે.

(With Input, Jaydev Kathi, Amreli) 

Next Article