અમરેલી: બાબરાના 4 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ, શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા માગ- વીડિયો

|

Nov 12, 2023 | 11:42 PM

અમરેલી: બાબરાના 4 ગામના ખેડૂતોએ ઉગામ્યુ છે વિરોધનું શસ્ત્ર. વિરોધ પાછળનું કારણ છે પાણી. ખેડૂતો શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જેમા બાબરા તાલુકાના કરીયાણા, માધુપુર, દરેડ, ખાખરીયા સહિતના ગામના ખેડૂતો પાણી માટે વિરોધ કરી રહ્યા છે.

અમરેલી: બાબરા તાલુકાના 4 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વિરોધ કરી રહ્યા છે. શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે. બાબરા તાલુકાના કરીયાણા, માધુપુર, દરેડ, ખાખરીયા સહિતના ગામના ખેડૂતો સિંચાઈનું પાણી આપવા વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ કેનાલમાં ઉતરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. પાણીની માગ કરી હોવા છતા પાણી ન છોડાતા ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે.

આ પણ વાંચો: જુનાગઢઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંસદથી ખતરાનો આરોપ, પોલીસને આપેલી અરજીમાં સાંસદના સંબંધીનો નામજોગ કર્યો ઉલ્લેખ- વીડિયો

બીજી તરફ ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે કેનાલની સફાઈ પણ બરાબર થતી નથી. તંત્રને રજૂઆત કરી તો ઉડાઉ જવાબ મળી રહ્યા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. દિવાળીના તહેવાર સમયે જ જગતનો તાત સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે શિયાળુ પાક માટે સમયસર પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જઈ શકે છે ત્યારે જોવુ રહ્યુ કે તંત્ર દ્વારા ખેડૂતોની માગ પર ક્યારે ધ્યાન દેવાય છે. જે કેનાલમાં ઉભા રહીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો તેમા હવે સિંચાઈનું પાણી છોડવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યુ.

Input Credit- Raju Basiya- Babara, Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video