Amreli : સતત વરસાદથી ધાતરવડી ડેમ-2 ઓવરફલો, સુરવો ડેમમાં નવા નીર આવ્યા, ઠેબી ડેમના 2 દરવાજા ખોલાયા

|

Sep 09, 2021 | 11:13 AM

ગતરોજ અમરેલીમાં પડેલા ભારે વરસાદને કારણે વડીયાના સુરવો ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક થઇ છે. ભારે અને સતત વરસાદને કારણે સુરવો ડેમમાં વરસાદી પાણીની આવકથી જળસપાટી વધી રહી છે.

વડિયાના સુરવો ડેમમાં નવા નીર ઉમેરાયા

અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાના ડેમોમાં નવા નીર ઉમેરાયા છે. ગતરોજ અમરેલીમાં પડેલા ભારે વરસાદને કારણે વડીયાના સુરવો ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક થઇ છે. ભારે અને સતત વરસાદને કારણે સુરવો ડેમમાં વરસાદી પાણીની આવકથી જળસપાટી વધી રહી છે. સુરવો ડેમમાં ડેડ વોટર લેવલથી ઉપર જળસપાટીમાં વધારો નોંધાયો છે. ડેમમાં વરસાદી પાણીની આવક થતા તોરી, ખીજડિયા, મોરવાડા, રામપુર ગામોની પાણીની સમસ્યા હલ થશે.

અમરેલીનો ધાતરવડી ડેમ-2 ઓવરફલો

અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ડેમમાં હજુ પણ પાણીની આવક શરૂ જ છે.

જિલ્લાના દેદુમલ ડેમ અને ઠેબી ડેમના દરવાજા ખોલાયા

સાવરકુંડલાના હાથસણી ખાતે શેલ દેદુમલ ડેમનો 1 દરવાજો ખોલાયો છે. જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તો ઠેબી ડેમના 2 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમના 2 દરવાજાઓ 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે.સાથે જ ડેમમાં 1120 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમમાં પાણીની જાવકને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !

Published On - 11:05 am, Thu, 9 September 21

Next Video