Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો હોવાની ઘટના સામે આવી છે. ગાધકડા રેલવે સ્ટેશન પાસે બનાવ બન્યો છે. ગુડ્સ ટ્રેનનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો. આ ગુડ્સ ટ્રેન પીપાવાવ તરફ જતી હતી. ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.
મુંબઈના જાણીતા બિલ્ડર્સ ગ્રૃપમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમાં કરોડોની ફરિયાદ નોંધાઈ છે.માહિતી મુજબ અભય લોઢાએ ફરિયાદીની 40 કરોડની મિલકત ગિરવે મુકાવી 38 કરોડની ઉચાપત કરી હતી.બાદમાં લોનના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમા માત્ર 6 કરોડ પરત કર્યા.જ્યારે ફરીયાદીએ લોન બાબતે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે, લોન મંજુર જ નથી થઈ.
આરોપીઓ ફરિયાદીના મિલકતના નામની અસુતી પ્રા.લિ.કંપનીમા પહેલા 50 કરોડની લોન મેળવેલી હતી.જે અકાઉન્ટ NPA થઈ ગયુ હતુ.મહત્વનુ છે કે, આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો મુકાવી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા આરોપી અભય લોઢાની અમરેલી CID ક્રાઇમે ધડપકડ કરી છે.