Earthquake : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે,ત્યારે મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.માહિતી મુજબ મોડી રાત્રે 1:42 મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ,વકીયા,સાકરપરા,મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
એક તરફ તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.મહત્વનું છે કે રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ.
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.
Published On - 6:21 am, Mon, 27 February 23