સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ, તૈયાર પાક ઉપર વરસાદ વરસતા પાકનું ધોવાણ

|

Oct 24, 2021 | 7:40 PM

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. અમરેલી, સાવરકુંડલા, વીરપુર સહીત અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અતિવૃષ્ટિમાં બચેલ પાક ઉપર કમોસમી વરસાદ થતા ચિંતા વધી ગઈ છે. અમરેલીના વડિયા અને ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી સૌ ચિંતામાં આવી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાની આશંકા સતાવી રહી છે. જણાવી દઈએ કે ખેડૂતોએ ઉપાડેલ મગફળીના પાથરા ઉપર વરસાદ પડતાં મોટા નુકસાનની ભીતિ વ્યાપી ગઈ છે. મગફળીના તૈયાર પાક ઉપર વરસાદ વરસતા પાકનું ધોવાણ થયાના દ્રશ્યો સર્જાયા છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે સાવરકુંડલા તાલુકાના અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે. વરસાદથી અહીંયાના ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

તો બીજી તરફ બનાસકાંઠાથી પણ વરસાદના સમાચાર આવ્યા છે. કાંકરેજના થરામાં વરસાદી ઝાપટું પડ્યું. આકસ્મિક વરસાદ આવતા લોકોમાં અચરજ થવા પામ્યું છે. વરસાદી સીઝન પૂર્ણ થયા બાદ પણ વરસાદનું આગમન થતા પાકને નુકસાનની ભીતિ છે. તો થરા પંથકમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે.

 

આ પણ વાંચો: પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપ! સોશિયલ મીડિયાના ગ્રેડ પે આંદોલન વિશે પરિપત્ર

આ પણ વાંચો: Ahmedabad: પ્રદૂષણ બાદ પાણીના લેવલે ચિંતા વધારી, અનેક જગ્યાએ સબરમતીનું તળિયું દેખાવા લાગ્યું

Next Video