પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપ! સોશિયલ મીડિયાના ગ્રેડ પે આંદોલન વિશે પરિપત્ર

પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા મારફતે ગ્રેડ પે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ઉપરી અધિકારીઓએ પરિપત્ર જાહેર કરીને આ આંદોલનમાં આચારસંહિતાનું ઉલંઘન ન કરવા કહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 6:48 PM

પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે. જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઓએ પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે.

LRD,ASI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓએ પોતાના સ્ટેટસમાં પોલીસ મહા આંદોલનના સ્ટેટસ મુક્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સ્ટેટસને પગલે આવતીકાલે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે પરિપત્ર જાહેર કરીને પોલીસકર્મીઓને આચારસંહિતા જાળવવા કહ્યું છે. અને આવી ટિપ્પણીઓ ના કરવાની સૂચના કરવામાં આવી છે. ત્યારે આ પરિપત્રને અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપ ગણાવવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ડ્રગ્સનો વેપાર કરતા 2 પેડલરોને લાખોના ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા, જાણો શું હતી તેની મોડસઓપરેન્ડી

આ પણ વાંચો: Ahmedabad: પ્રદૂષણ બાદ પાણીના લેવલે ચિંતા વધારી, અનેક જગ્યાએ સબરમતીનું તળિયું દેખાવા લાગ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">