AMRELI : ભારે વરસાદથી 48 કલાક પહેલા તળિયાઝાટક સુરવોડેમ છલોછલ ભરાયો, ખેડૂતોમાં આનંદ

|

Sep 14, 2021 | 7:41 PM

અમરેલીના વડિયા શહેરનો સુરવોડેમ છેલ્લા 48 કલાક પહેલા તળિયાઝાટક હતો. સુરવોડેમમાં માત્ર દોઢ ફૂટ તેટલું પાણી હતું.

AMRELI : અમરેલીના વડિયા શહેરના જીવાદોરી સમાન સુરવો ડેમમાં બે દિવસ દરમ્યાન નવાનીરની આવક થઈ.તળિયાઝાટક સુરવોડેમમાં એકાએક 13 ફૂટ પાણીની આવક થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી છે. વડિયા શહેર તેમજ પંથકમાં બે દિવસમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સુરવોડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવાનીરની આવક થઈ છે અને વડિયા શહેરનો જીવાદોરી સમાન સુરવો ડેમ છલોછલ ભરાયો છે.

અમરેલીના વડિયા શહેરનો સુરવોડેમ છેલ્લા 48 કલાક પહેલા તળિયાઝાટક હતો. સુરવોડેમમાં માત્ર દોઢ ફૂટ તેટલું પાણી હતું. ભારે વરસાદના કારણે 48 કલાકમાં જ આ ડેમ છલોછલ ભરાઈ જતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

વડિયા ડેમ સેક્શન ઓફિસરે કહ્યું કે છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદની આગાહી હતી, જેના પગલે, સુરવો ડેમના ઉપરવાસના ગામો અરજણસુખ, તોરી, રામપુરમાં ઘણો વરસાદ પડ્યો છે. સુરવો ડેમમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ડેમની જળસપાટી 129.25 મીટરે પહોંચી છે. સુરવો ડેમમાં નવા 2.86 MCM પાણીની આવક થઇ છે.

આ પણ વાંચો : બનાસકાંઠાનું ગૌરવ ડો.સંજય જોષી, રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર રાજ્યના પ્રથમ અધિકારી

આ પણ વાંચો : JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું

Next Video