AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ': નીતિ આયોગના CEO અમિતાભ કાંતે IIM માં આપ્યા મોટા નિવેદન

‘શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ’: નીતિ આયોગના CEO અમિતાભ કાંતે IIM માં આપ્યા મોટા નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 6:49 AM
Share

Ahmedabad: નીતિ આયોગના CEO અમિતાભ કાંત અમદાવાદ આઇઆઇએમની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે શિક્ષણ પદ્ધતિ અને કુપોષણ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

Ahmedabad: નીતિ આયોગના (Niti Ayog) CEO અમિતાભ કાંત આઇઆઇએમની (IIM) મુલાકાતે આવ્યા હતા. કુપોષણ અંગે નીતિ આયોગના CEO અમિતાભ કાંતે (Amitabh Kant) નિવેદન આપ્યું કે સરકાર દેશના અનેક રાજ્યોમાં કુપોષણ પર ગંભીરતાથી કામ કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી પોષણ મુદ્દે સરકાર કામ કરી રહી છે હોવાની વાત તેમણે કરી. તો શાળાઓમાં શિક્ષકોની અછત હોવાનું પણ તેમણે સ્વીકાર્યું. સાથે જ કહ્યું કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ. શિક્ષકો માત્ર શિક્ષણનું કામ કરે તો સારું શિક્ષણ આપી શકે. તેમણે એમ પણ કહ્યું કે શાળાઓ વધારવાથી શિક્ષણ વધશે તેવું નથી. આ મુદ્દે તેમણે શિક્ષક અને શૈક્ષણિક પદ્ધતિ પર નિવેદન આપ્યા.

જો IIM ની વાત કરીએ, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ દ્વારા કોર્પોરેટ પ્રોફેશનલ્સને (Corporate Professional) મેનેજમેન્ટના (Managment) પાઠ શીખવવા માટે ભગવદ ગીતા (Bhagavad Gita) આધારિત કોર્સ શરૂ કરવા જઇ રહ્યું છે. 13મી ડિસેમ્બરથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગીતાના પાઠ અને પ્રકરણોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં સમકાલીન વ્યવસ્થાપનની વિભાવનાઓ, પડકારો, મૂંઝવણો અને વેપાર-ધંધાને શોધવાની રીતોનો સમાવેશ થશે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 12 નવેમ્બર: પરિવારના સભ્યો સાથે મનોરંજનમાં સમય પસાર કરવાથી પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા આવશે, નોકરિયાત વર્ગને લાભ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 12 નવેમ્બર: કોઈ ગેરસમજને કારણે ઘરના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે, આર્થિક યોજનાઓ સફળ થશે

g clip-path="url(#clip0_868_265)">