AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ શનિવારે ભવ્ય રોડ શો સાથે પોતાનું નામાંકન ગાંધીનગર બેઠક પરથી ભર્યું છે. તેમની સાથે ત્યારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, રાજનાથ સિંહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યાં હતા. અમિત શાહએ અહીં બે ફોર્મ ભર્યા હતા. જેમાં જો એક ફોર્મ રદ્દ કરવામાં આવે તો બીજુ ફોર્મ કામ આવી શકે છે. અમિત […]

અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી
| Updated on: Mar 31, 2019 | 2:57 AM
Share

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ શનિવારે ભવ્ય રોડ શો સાથે પોતાનું નામાંકન ગાંધીનગર બેઠક પરથી ભર્યું છે. તેમની સાથે ત્યારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, રાજનાથ સિંહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યાં હતા. અમિત શાહએ અહીં બે ફોર્મ ભર્યા હતા. જેમાં જો એક ફોર્મ રદ્દ કરવામાં આવે તો બીજુ ફોર્મ કામ આવી શકે છે.

અમિત શાહે પોતાની સંપત્તિ અંગે માહિતી આપી છે, જેમાં 2016-17માં રાજ્યસભા સાંસદ તરીકે તેમને આપેલી માહિતી અનુસાર વાર્ષિક આવક 43 લાખ 68 હજાર હતી જ્યારે તેમની પત્ની સોનલ શાહની આવક 1 કરોડ પાંચ લાખ રૂપિયા હતી. જે 2017-18માં અમિત શાહની 53 લાખ 90 હજાર અને પત્નીની આવક 2 કરોડ 30 લાખને પાર પહોંચી છે.

ભાજપ અધ્યક્ષે સૌથી વધુ રોકાણ શેર બજારમાં કર્યું છે. તેમણે 17.59 કરોડના રૂપિયાનું રોકાણ શેરમાં કર્યું છે, તો તેમની પત્નીએ 4.36 કરોડનું રોકાણ કર્યું છે. તેમજ તેમની પાસે 35 લાખ રૂપિયાના ઘરેણાં, જ્યારે તેમની પત્ની પાસે 63 લાખ રૂપિયાના ઘરેણાં છે.

આ પણ વાંચો : અમિત શાહની ગુજરાતના સ્થાનિક નેતાઓને લઈને નારાજગી, કહ્યું કે ‘મામલો દિલ્હી હાઈ કમાન્ડ સુધી કેમ પહોંચે છે?’

અમિત શાહે પોતાની એફિડેવેટમાં લખ્યું છે કે, તેમની પાસે 20 હજાર રૂપિયા કેશ છે જ્યારે તેમની પત્ની પાસે 72 હજાર 578 રૂપિયા કેશ છે. જ્યારે તેમના બેન્કમાં 18 લાખ 89 હજારની આસપાસ જમા છે. એટલું જ નહીં અમિત શાહની પૈતૃક સંપત્તિની આજની કિંમત 14 કરોડ 97 લાખની આસપાસ છે, જ્યારે તેમની સંપત્તિની કિંમત 3 કરોડ અને પત્નીના નામ પર રહેલી સંપત્તિની કિંમત 5 કરોડ 27 લાખ છે.

ખાસ વાત એ છેેકે અમિત શાહે પોતાની આવકના સાધનોમાં રાજ્યસભા સાંસદ તરીકેનો પગાર, પોતાની સંપત્તિના ભાડાંની આવક, ખેતી અને શેર બજારની આવક દર્શાવી છે. એટલું જ નહીં તેમની પત્ની ગૃહિણી છે તેમના આવકનું સાધાન ખેતી, શેર બજારમાં રોકાણ અને  ભાડે આપેલ સંપત્તિ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=below titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">