અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, કહ્યું મોદીની શિક્ષણ નીતિમાં ગાંધીજીના વિચારોને સમાવાયા

|

Mar 12, 2022 | 10:20 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સાત દિવસની દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, કહ્યું મોદીની શિક્ષણ નીતિમાં ગાંધીજીના વિચારોને સમાવાયા
અમિત શાહે કોચરબ આશ્રમથી સાત દિવસની દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Union Home Minister Amit Shah) ગઈ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમ (Kocharab Ashram) ની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં દાંડી માર્ચ માટેના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરી રૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રા કાઢવામાં આવે છે. જેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. આ વખતે પણ આવી જ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 12 લોકો સાયકલ લઈને દંડી યાત્રા કરશે. સાત દિવસની આ દાંડી સાયકલ યાત્રા (Dandi Cycle Yatra) નો પ્રારંભ અમિત શાહે કરાવ્યો છે.

સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવતા પહેલાં કોચરબ આશ્રમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું અને તેની સાથે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જે કાર્યો કરી રહ્યા છે તે ગાંધીજીના વિચારોથી પ્રેરિત હોવાનું જણાવી તેના કામની પાછળ રહેલા ગાંધીજીના સિંદ્ધાંતોનું વર્ણન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે દાડી યાત્રા અવું આંદોલન હતું જેણે દુનિયા ભરના આંદોલનોમાં અલગ ઓળખ બનાવી છે. આટલો મોટો દેશ અને તે સમયે કોમ્યુનિકેશનના સાધનો નહોતા. ગાંધીજી બોલતા તેનું લાઈવ સાંભળી શકાય તેવી વ્યવસ્થા નહોતી, અંગ્રેજોના ભયના કારણે અખબારોમાં બહુ છપાતું નહોતું પણ ત્યાર ગાંધીજીના સત્યની તાકાત હતી કે તેમણે બોલેલા દરેક શબ્દો દેશમાં તમામ ખૂણાઓમાં પહોંચી જતા હતા. દાડી યાત્રાએ દેશભરમાં ચેતના જગાવી હતી. તે સમયે અંગ્રેજોની ગાંધીજીને દંડીયાત્રા કરતા રોકી શકવાની તાકાત નહોતી, તેમની સત્યની અને કર્નિષ્ઠતાની એ તાકાત હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

તેમણે જણાવ્યું હતું કે આજે મોદી શિક્ષણ નીતી લઇને આવ્યા છે, એ આજના સમયની જરૂરિયાત પ્રમાણેની છે, પણ તેને જીણવટથી જોઇએ તો ગંધીજીએ શિક્ષણ માટે જે વ્યક્ત કરેલા વિચારો હતા તેને સમાહિત કર્યા છે. તેમાં અનેક વસ્તુઓ છે પણ સ્વભાષા, રાજભાષા, રોજગારી, સ્વાવલંબનનું શિક્ષણ આ બધા ગાંધીજીના સિદ્ધાંતોને તેમાં પરોવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે.

તે સમયે દંડી માર્ચ એ કેવળ જનજાગૃતિની યાત્રા નહોતી પણ રસ્તામાં આવતાં ગામડાઓમાં રાત્રી નિવાસ સમયે ગાંધીજીએ ગ્રામિણ અનેગરીબ લોકોની સમસ્યાઓને સમજવાની કોશિશ કરી હતી. યાત્રા બાદ ગાંધીજીના ભાષણોમાં એક વાત સ્પષ્ટ જોવા મળતી હતી કે પહેલાં આ સમસ્યાઓનું નિરુપણ કરાતું હતું અને ત્યાર બાદ તેનું સમાધાન રજૂ કરવાનું કામ કરાયું હતું. આ બધી જ વાત નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછી તેમના કામમાં જોવા મળી છે. દરેક ઘરમાં સ્વચ્છતા, દરેક ઘરમાં સૌચાલય, વીજળી, ગામડા આત્મનિર્ભર બને તે દરેક બાબતો તેમના કામમાં જોવા મળે છે.

નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃત મહોત્સવને દેશમાં ત્રણ દૃષ્ટિથી મનાવવાની શરૂઆત કરી છે. આ મહોત્સવ અંતર્ગત આઝાદીની લડાઈના લડવૈયાના નામ, તેમના કામ અને બલિદાનનો પરિચય આજની પેઢીને આપવાનો, ભારતની આઝાદી બાદના 75 વર્ષની યશશ્વી યાત્રાને લઈને લોકોમાં વિશ્વાસ જગાવવાનો અને 75 વર્ષે એક સંકલ્પ લેવાનો કે દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ વિશ્વમાં સૌથી મોખરાના સ્થાન પર હોય.

અમિત શાહે કહ્યું હતું કે દાંડી યાત્રાના મિત્રોને સંદેશ આપવા માંગુ છું. જ્યાં પણ ગામમાં રાત્રી રોકાણ થાય ત્યાં તે ગામમાં રાત્રી બેઠક કરી ગામની સમસ્યા સાંભળો. ગામને આત્મ નિર્ભર તરફ લઈ જવા માટે તૈયાર કરો. આ સાયકલ યાત્રા દ્વારા ફરી એક વાર ગાંધી વિચારો થકી ચેતના જગાવનો પ્રયાસ છે. ગાંધીજીના વિચારોને જીવતા રાખોવા એ આપણી જવાબદારી છે.

 

આ પણ વાંચોઃ આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

આ પણ વાંચોઃ Banaskantha: સુંઢા અને સલેમપુર ગામમાં રહેણાક પ્લોટ ફાળવણી કૌભાંડ, તલાટી, સરપંચ અને તત્કાલીન ડીડીઓની સંડોવણીના આક્ષેપ

Published On - 9:29 am, Sat, 12 March 22

Next Article