ફાયર NOC ન ધરાવતા એકમોની ખેર નથી, અમદાવાદમાં ફાયર વિભાગે હાથ ધરી કડક કાર્યવાહી

|

Oct 05, 2021 | 4:57 PM

Ahmedabad: ફાયર NOC ન ધરાવતા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગે હિમાલયા મોલમાં તપાસ હાથ ધરી હતી. ચાલો જાણીએ વિગત.

અમદાવાદમાં ફાયર NOC ન ધરાવતા એકમો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગે હિમાલયા મોલમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર NOC ન લેનારા 9 સ્કૂલ, 6 મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. નોંધનીય છે કે જે એકમોએ NOC કે ફાયર સેફ્ટી મેળવવા અંગે કાર્યવાહી કરી છે, તે એકમો સામે હાલમાં કાર્યવાહી કરાશે નહીં તેવું પણ જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે ફાયર NOC ના મુદ્દે સમગ્ર ગુજરાતમાં તંત્ર સજાગ બન્યું છે. ઘણી સંસ્થા, અને સ્થળોને ક્લોઝર નોટીસ પણ આપી દેવામાં આવી હોય તેના અહેવાલ આવ્યા છે. આ તરફ અમદાવાદ જિલ્લાના જ વિરમગામમાં ફાયર સેફ્ટી ન ધરાવતી હોસ્પીટલ સીલ કરવામા આવી છે. વિરમગામ શહેરના બોરડી બજાર પાસે બયતુમાલ ટ્રસ્ટ સંચાલિત સંજીવની જનરલ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પીટલમાં ફાયર સેફ્ટીની કોઈપણ સુવિધાઓ ન હોવાથી નગરપાલિકાએ તેની પર કાર્યવાહી કરી હતી. અને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવા બદલ હોસ્પીટલને સીલ કરી છે.

 

આ પણ વાંચો:Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર

આ પણ વાંચો: ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો

Next Video