World Meteorological Day : અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની હવામાન વિભાગની ઓફીસે ઉજવણી કરાઇ

|

Mar 23, 2023 | 8:13 PM

અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની હવામાન વિભાગ ઓફીસ પર ઉજવણી કરવામાં આવી કરવામાં આવી હતી. ત્યારે " THE FUTURE OF WEATHER, CLIMATE & WATER ACROSS GENERATIONS " થીમ પર વિશ્વ હવામાન દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ અને દુનિયા ગ્લોબલ વોર્મિંગ  અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

World Meteorological Day : અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની હવામાન વિભાગની ઓફીસે ઉજવણી કરાઇ
World Meteorological Day

Follow us on

અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની હવામાન વિભાગ ઓફીસ પર ઉજવણી કરવામાં આવી કરવામાં આવી હતી. ત્યારે ” THE FUTURE OF WEATHER, CLIMATE & WATER ACROSS GENERATIONS ” થીમ પર વિશ્વ હવામાન દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ અને દુનિયા ગ્લોબલ વોર્મિંગ  અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ થઇ રહ્યુ છે. અને પ્રભાવ પણ વધી રહ્યો છે.  ત્યારે વેધર, ક્લાઈમેન્ટ, વોટર ને લઈ ભવિષ્યમાં આવનાર પડકારોને સામે કઈ રીતે લડી શકાય તેનુ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વરસાદની આગાહી, તાપમાન, પવનની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવે છે. કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ક્યા ક્યા મશીનના માધ્યમ કઈ રીતે ફોરકાસ્ટ તૈયાર થાય છે.

આ  તમામ બાબત એક્ઝિબિશનના માધ્યમથી સમજાવવામાં આવશે. જેને લઈને આજે હવામાન વિભાગ અમદાવાદ ખાતે હવામાન દિવસ પર સાંજના 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અથવા તો હવામાનમાં રસ ધરાવતા લોકો મુલાકાત લઈ શકશે. અને વેધર બુલેટની માહિતી મેળવી શકશે.​

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થઇ રહ્યા છે. વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો. અને મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોર્ડ તોડી દિધો. તો ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જાણે ચોમાસુ ચાલુ હોય તે એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થય રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી આવતા પવન હિમાલય તરફ જતા રહેતા હતા. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ આપીને પવન ઉપર જઈ રહ્યા છે. માર્ચમાં માવઠુ આ રીતે તો પહેલી વખત થયુ હશે. જે કઈ રીતે થાય છે તમામ બાબતોથી લોકો અવગત નથી હોતા. તો કેટલાક લોકોને તે જાણવાનો રસ પણ હોય છે.

આવા લોકો માહિતી મેળવી શકે તે માટે હવામાન દિવસ પર હવામાન ઓફીસ ખાતે એક્ઝિબિશનનું આયોજન અને મુલાકાત નું આયોજન કરાયું. સાથે જ હવામાન વિભાગનું માનવું છે કે લોકો બદલાતા હવામાન વિશે જાણતા થશે તો હવામાન ને નુકશાન કરતા પરીબળોને ઓછા કરી શકાશે અને લોકો પણ તેનાથી અવગત થશે.

આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ

Next Article