Ahmedabad મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્ટેશનની કામગીરી પૂરજોશમાં

અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન(Bullet Train) પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી પાવર હાઉસ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. જે સ્ટેશનનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. જે સાબરમતી ખાતે ટર્મિનલની અલગ બિલ્ડીંગ અને સ્ટેશનની અલગ બિલ્ડીંગ હશે. જે બિલ્ડીંગ અને સ્ટેશનને વિવિધ સુવિધા અને કનેક્ટિવિટી સાથે કનેક્ટ કરી તૈયાર કરાશે.

Ahmedabad મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્ટેશનની કામગીરી પૂરજોશમાં
Sabarmati Station
| Edited By: | Updated on: Oct 07, 2022 | 5:15 PM

ગુજરાતમાં(Gujarat)મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટ મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવ્યો છે જે પ્રોજેક્ટને લઈને પૂરજોશ કામગીરી ચાલી રહી છે તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સતત આ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરી રહ્યા છે આવી જ રીતે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વની જાહેરાત કરી હતી તેઓએ ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે 92 કિલોમીટર માં આણંદ વડોદરા નવસારી વચ્ચે ઊભા કરી દેવાયા છે. જ્યારે 2026 માં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનો પણ નિર્ધાર કરાયો છે. જે નિર્ધાર ને લઈને બુલેટ ટ્રેન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા પ્રોજેક્ટની જોશ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

આની સાથે જ સાબરમતી પાવર હાઉસ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. જે સ્ટેશનનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. જે સાબરમતી ખાતે ટર્મિનલની અલગ બિલ્ડીંગ અને સ્ટેશનની અલગ બિલ્ડીંગ હશે. જે બિલ્ડીંગ અને સ્ટેશનને વિવિધ સુવિધા અને કનેક્ટિવિટી સાથે કનેક્ટ કરી તૈયાર કરાશે.

2026 માં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનો નિર્ધાર કરાયો

સાબરમતી ખાતે બની રહેલા મલ્ટી મોડલ હબ સ્ટેશનનું કામ 90  ટકા જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે જે હબ સ્ટેશનનું કામ ફેબ્રુઆરી 2023 માં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તેવી ટાઈમ લાઈન પણ ચીફ પ્રોજેક્ટ મેનેજર દ્વારા જાહેર કરવામાં આવી છે. અને તે જ પ્રમાણે કામ પણ ચાલી રહ્યું છે. જે ચાલુ કામ દરમિયાન બીજી તરફ ગુજરાતમાં આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી એ ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન બુલેટ પ્રોજેક્ટને લઈને મહત્વની જાહેરાત કરી અને જણાવ્યું કે બુલેટ ટ્રેન રૂટમાં આણંદ વડોદરા નવસારી તરફ 92 કિલોમીટર માં ઉભા કરી દેવાયા છે તેમજ 2026 માં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનો નિર્ધાર કરાયો છે જે પહેલી બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડી શકે છે જેને જોતા તે રૂટ તરફ તેમજ અમદાવાદમાં પૂર ઝડપે કામગીરી ચલાવવામાં આવી રહી છે.

બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ઝડપથી ગતિએ

મળતી માહિતી પ્રમાણે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈને ગુજરાત માં 98.87 ટકા , દાદર નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્ર માં 95.45 ટકા એમ કુલ 97.82 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. જે બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધીના 508 km 320 પ્રતિકલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડશે. જે બુલેટ ટ્રેન રૂટમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશન ગુજરાત માં હશે. તો મુંબઈ, થાણે, વિરાર અને બોઇસર એમ 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. જેમાં સાબરમતી ખાતે બુલેટ ટ્રેન માટેનું પેસેન્જર હબ સ્ટેશનનું 90 ટકા કામ પૂર્ણતાને આરે છે. જે હબ સ્ટેશન બિલ્ડીંગ દાંડી કૂચની થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યું.

જે બે પાર્ટમાં તૈયાર કરવામાં આવેલ બિલ્ડિંગમાં ટેરેસ પર સંપૂર્ણ સોલાર પેનલ હશે જ્યાંથી વીજળી ઉતપન્ન થશે જેના પર ચરખાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવશે. જે હબ સ્ટેશનમાં અંદાજે 1500 વાહનો પાર્ક થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ટુ વહીલર, ફોર વહીલર, બસ, કાર જેવા વાહનોના પ્રકાર મુજબ જુદા પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જે તમામ સુવિધા મુસાફરોને ધ્યાને રાખી ઉભી કરાઈ છે.

હાલમાં અમદાવાદમા સાબરમતી ખાતે મલ્ટી મોડલ હબ સ્ટેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમ જ સુરત બીલીમોરા વચ્ચે પણ પહેલી ટ્રેન દોડાવવાને લઈને કામ પૂરજો ચાલી રહ્યું છે. સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પણ આ રૂટ ની કામગીરી અને હબ સ્ટેશનનું સતત નિરીક્ષણ અને સમીક્ષા પણ કરી રહ્યા છે. જેથી કરીને બુલેટ ટ્રેન શરૂ થાય અને હબ સ્ટેશન બને તેમાં કોઈપણ પ્રકારની ખામી કે ચૂક ના રહી જાય.

Published On - 5:08 pm, Fri, 7 October 22