Ahmedabadની સાબરમતી જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઇ, ભાવુક દ્રશ્યો સર્જાયા

|

Aug 22, 2021 | 4:56 PM

જુદા-જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા.બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

અમદાવાદ(Ahmedabad) ની સાબરમતી જેલ(Sabarmati Prison) માં  રક્ષાબંધન(Rakshabandhan)ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈને રાખડી બાંધવા આવેલી મોટાભાગની બહેનોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. ભાઈ ભલે જેલમાં હોય રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને એકલો નથી પડવા દેતી તેનું આ એક ઉદાહરણ છે.

જુદા-જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા.બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેલમાં સજા કાપતા કેદીભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડયા હતા.

તેઓ વહેલી તકે જેલમાંથી છૂટા થાય તેવા બહેનોએ આશીર્વાદ આપ્યા. આમ, હંમેશા સૂમસામ રહેતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધનના તહેવારને લઈ એક અનોખી રોનક જોવા મળી. તો બીજીતરફ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપાલન થાય તે માટે પોલીસે વ્યવસ્થા ગોઠવી હતી..

ભાઇ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાનું એક વચન આપે છે. આવુ જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઇઓને પોતાની બહેન વચન આપ્યું હતું.રાખડી બાધતા જેલમાં બંધ ભાઇ જોઇને બહેન પણ ચોધાર આંસુએ રડી પડયા હતા.રાખડી બાંધવા આવેલ અનેક બહેન પહેલીવાર બહારથી મળવા આવેલા પોતાના ભાઇઓને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો : Viral Video : પવનદીપનો આ ડાન્સ જોઈને રહી જશો દંગ, તમે પણ કહેશો કે પરફેક્ટ હીરો મટિરિયલ !

આ પણ વાંચો :  AHMEDABAD : 22 થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો આ ભાગ બંધ રહેશે

Published On - 4:54 pm, Sun, 22 August 21

Next Video