લીડરના સ્થાને નેતા શબ્દ આવે એટલે નાગરિકોનો નજરીયો બદલાય જાય છે : સી.આર.પાટીલ

|

Dec 04, 2021 | 1:50 PM

દેશના વડાપ્રધાન પીએમ મોદી પણ કહે છે દેશમાં 65 ટકા યુવાન છે અને યુવાન નિરાશ ના થવો જોઇએ આ પૂર્વેની ડિબેટમાં અનેક યુવાઓએ ભાગ લીધો છે.

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે યૂથ કોન્કલેવને સંબોધતા કહ્યું હતું કે નવા લીડર માટે યુથ પાર્લામેન્ટ માટેની વાત કરી છે.લીડરના સ્થાને નેતા શબ્દ આવે એટલે નાગરિકોનો નજરીયો બદલાય છે.

તેમણે કહ્યું અનેક સ્થળોએ લીડર હોય છે. જેમ કે મિલીટરીમાં લીડર હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં પણ લીડર હોય છે. પરંતુ જ્યારે આ લીડર શબ્દ નેતામાં કન્વર્ટ થાય છે એટલે કે પોલિટિકલ નેતા તો લોકોનું તેના પ્રત્યેનું વલણ બદલાઈ જાય છે નેગેટિવ થાય છે. હું વ્યકિતગત રીતે માનું છું કે આની માટે નેતા પણ જવાબદાર હોય શકે છે.

દેશના વડાપ્રધાન પીએમ મોદી પણ કહે છે  દેશમાં 65 ટકા યુવાન છે અને યુવાન નિરાશ ના થવો જોઇએ આ પૂર્વેની ડિબેટમાં અનેક યુવાઓએ ભાગ લીધો છે. જે સારી બાબત છે. તેમજ પહેલાના સમયમાં એક પગદંડી હતી જેની પર લોકો ચાલતા હતા. પરંતુ યુવા એ છે કે જે જૂના નિયમો તોડીને પોતાનો નવો રસ્તો શોધે. જે યુવાનમાં જૂના નિયમો તોડવાની હિંમત નથી તે કયારેય લીડર ના બની શકે.

ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં 3 દિવસીય યુથ કોન્કલેવના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોન્કલેવની શરૂઆત કરવામાં આવી.આ પ્રસંગે સી.આર. પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યાં.કાર્યક્રમને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ચારિત્ર્ય પકડશો તો સ્વામીની વાત સાચી ઠરશે.આ ઉર્જાનો ઉત્સવ છે, માટે આપ ઉર્જાવાન હોવ તે જરૂરી છે.યુવા શક્તિને નવા ભારતના નિર્માણ માટે આહવાન કરીએ છીએ.

આ પણ  વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ફફડાટ, યુકેથી આવેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત

આ પણ  વાંચો:  JAMNAGAR : ઓમિક્રૉન વેરિઅન્ટની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી

Next Video