Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે મુસાફરી

|

May 13, 2022 | 4:35 PM

દર સોમવારે અમદાવાદથી સવારે  ઉપડશે અને મંગળવારે રાત્રે પટના પહોંચશે. પટનાથી રાત્રે જ રીટર્ન થશે અને ગુરુવારે બપોરે અમદાવાદ પહોંચશે.

Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે મુસાફરી
Symbolic image

Follow us on

મુસાફરો (Passenger) ની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે (railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ વિશેષ ટ્રેન અઠવાડિયામાં એક વખત ટ્રીપ કરશે. દર સોમવારે અમદાવાદથી સવારે  ઉપડશે અને મંગળવારે રાત્રે પટના પહોંચશે. પટનાથી રાત્રે જ રીટર્ન થશે અને ગુરુવારે બપોરે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ ટ્રેન 14 ફેરા કરશે.

ટ્રેન નંબર 09417 અમદાવાદ – પટના સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.00 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 16 મે થી 27 જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ દર મંગળવારે પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે. આમ બંને દિશામાં દોડશે. આ ટ્રેન 18 મે થી 29 જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય,  બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09417 માટે બુકિંગ 12મી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઐ ઉપરાંત રેલવે વિભાગ કોરોના બાબતે પણ એક્શનમાં આવ્યું છે. અને ટ્રાવેલિંગ દરમિયાન કોરોના કેસ વધે નહિ તે માટે સુરક્ષાના ભાગ રૂપે પહેલાની જેમ મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. 9 મેના રોજ રેલવે મિનિસ્ટ્રી એ આ પરિપત્ર જાહેર કર્યો હતો જોકે તેને બે દિવસ વીતી ગયા છતાં તેનું પાલન રેલવે સ્ટેશન પર થતું ન હોવાનું સામે આવ્યું. કેમ કે રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે સ્ટાફ પણ માસ્ક વગર ફરતા દેખાયા. જેમને હાલમાં પડતી ગરમીના કારણે માસ્ક નથી પહેરી રહ્યા કે પછી માસ્ક ભૂલી ગયાના કારણ આગળ ધરી દીધા. જે તંત્ર અને લોકોની ઘોર બેદરકારી કહી શકાય.

Published On - 4:21 pm, Fri, 13 May 22

Next Article