આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાની મહેર યથાવત, જાણો તમારા શહેરમાં મેઘાની કેવી રહેશે મહેરબાની ?

|

Jul 02, 2022 | 11:24 AM

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં(Saurashtra) ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાની મહેર યથાવત, જાણો તમારા શહેરમાં મેઘાની કેવી રહેશે મહેરબાની ?
Gujarat Weather Update

Follow us on

રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે.ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી (Rain) ઝાપટાં પડ્યાં છે.વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની(heavy Rain)  આગાહી કરી છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં(Saurashtra)  ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.આ તરફ ઉત્તર ગુજરાતમાં (north Gujarat) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સારો વરસાદ પડશે.મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદ, મહીસાગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદીઓને ગરમીથી મળશે પારાવાર રાહત

જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસદાની આગાહી કરવામાં આવી છે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન ભારે વરસાદ થશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દ્વારકા વાસીઓને આજે ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી છે.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વરસાદની સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.જેથી શહેરીજનોને ગરમીથી રાહત મળશે.

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ 75 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદ થવાની સંભાવના છે .શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.કારણ કે શહેરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં મેહુલિયાની રહેશે મહેરબાની

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે.તો પોરબંદરમાં(Porbandar)  ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શકયતા છે.ઉપરાંત સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 નોંધાશે.આજે શહેરમાં હળવાથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.તેમજ સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.સાથે જ શહેરીજોનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

Published On - 11:23 am, Sat, 2 July 22

Next Article