Weather : ગુજરાતમાં સૂકા પવનો ફૂંકાશે, અમદાવાદ માટે યલો એલર્ટ, તો દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં આગ ઝરતી ગરમીની અસર  

|

Jun 02, 2022 | 9:59 AM

 ગુજરાત (Gujarat)વાસીઓને વરસાદ માટે હજી રાહ જોવી પડશે. રણ પ્રદેશ તરફથી આવતા દક્ષિણ પશ્ચિમી પવનોને કારણે તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવશે. તો બીજી તરફ  ગત અઠવાડિયે દિલ્લીમાં પડેલા વરસાદ થયા બાદ હાલમાં ત્યાં વરસાદ(Rain)ની કોઈ શક્યતા નથી 

Weather : ગુજરાતમાં સૂકા પવનો ફૂંકાશે, અમદાવાદ માટે યલો એલર્ટ, તો દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં આગ ઝરતી ગરમીની અસર  
Dry winds to blow in Gujarat, Yellow alert for Ahmedabad by AMC

Follow us on

હવામાન વિભાગના  (Weather department) જણાવ્યા પ્રમાણે રાજ્યના તાપમાનમાં 11 દિવસ પછી ફરીથી ગરમીનો પારો 43 ડિગીને વટાવી ગયો હતો. અને આગામી બે દિવસ દરમિયાન પણ 42 થી 43 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમના(South-western) સૂકા પવનો ફૂંકાતા તાપમાનનો પારો ઉંચકાયો છે. બુધવારે અમદાવાદ 43. 3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી રવિવારથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ થોડું ઘટશે. જોકે રાજ્યમાં વરસાદની હાલમાં કઈ શકયતા નથી અને વરસાદ માટે જૂન મહિનાના અંત સુધી રાહ જોવી પડશે.

દિલ્લી અને ઉત્તર ભારતમાં પડશે આગ ઝરતી ગરમી

પાછલા દિવસોમાં દિલ્લીમાં વરસાદ બાદ દિલ્લી સહિત ઉત્તર ભારતમાં આગામી થોડા દિવસોમાં વરસાદની કોઈ શકયતા નથી. રાજધાની દિલ્લી તેમજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે દિલ્લીમાં થોડીા દિવસ લોકોને લૂથી રાહત મળે તેવી શક્યતા છે જ્યારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ -કાશ્મીરમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદની શકયાતઓ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઉત્તર પ્રદેશમાં ગરમીથી નહીં મળે રાહત

ઉત્તર પ્રદેશને ભીષણ ગરમીથી રાહત મળે તેવી કોઈ શકયતાઓ નથી. મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી ઉપર જવાનું અનુમાન છે. જ્યારે રાજસ્થાનના ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્યિસ નોંધાયું છે. અજમેરમાં તાપમાન 43 ડિગ્રી અને જયપુરમાં 45 ડિગ્રી સુધી જવાની આશા છે.

તે પહેલા બુધવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્લીના તાપમાનમાં પરિવર્તન થઈ શકે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં ગત સોમવારે સાંજે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા.

ઉચા તાપમાન અને વધતા ભેજને કારણે મે તથા જૂન મહિનામાં વાદળમાં ગડગડાટની શક્યતાઓ ઉભી થતી હોય છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાની આગાહી એક -બે દિવસ પહેલા થઈ શકતી નથી. તો બીજી તરફ દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ કેરળ, તામિલનાડું, કર્ણાટકમાં પોતાનું આગમન કરી દીધું છે તો ઉત્તર ભારતના લોકોએ પહેલા વરસાદ માટે  હજી રાહ જોવી પડશે.

 

Published On - 8:44 am, Thu, 2 June 22

Next Article