ગુજરાતમાં યથાવત રહેશે મેઘમહેર, શનિવારથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

|

Jul 22, 2021 | 2:57 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે 24, 25 અને 26 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાત(Gujarat) માં  આગામી દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેશે. જેમાં ગુરુવાર અને શુક્રવારે સામાન્ય વરસાદ(Rain)ની આગાહી છે.. જોકે ત્યારબાદ ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24, 25 અને 26 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતથી લઈ કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ સક્રિય થઈ છે. તો બીજીતરફ બંગાળની ખાડીમાં ઉદભવેલા લોપ્રેશરની અસર પણ ગુજરાતમાં થશે.

Next Video