Sharda River : ગુજરાતમાં ખળખળતી વહેશે નેપાળની શારદા નદી, જાણો કેન્દ્ર સરકારના આ ભગીરથ કાર્ય વિશે

NEPALમાં શારદા નદી પર 5 જળાશયો બનાવવામાં આવશે. જેમાંથી વધુ પાણી પહેલા ઉત્તરાખંડથી યમુના નદીમાં લાવવામાં આવશે.

Sharda River : ગુજરાતમાં ખળખળતી વહેશે નેપાળની શારદા નદી, જાણો કેન્દ્ર સરકારના આ ભગીરથ કાર્ય વિશે
Water of Nepal Sharda river will be brought to Rajasthan Haryana and Gujarat
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:40 PM

આ પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, જેમાં અંદાજે એક લાખ કરોડનો ખર્ચ આવવાની શક્યતા છે.

AHMEDABAD : ભારત-નેપાળ બોર્ડર (India Nepal Border)ના હિમાલય વિસ્તારમાં વહેતી શારદા નદી (Sharda River)ને યમુના નદી સાથે જોડવામાં આવશે. સરકારે નદી લિંક યોજના હેઠળ યમુના સાથે જોડવા માટે નેપાળની આ નદીની પસંદગી કરી છે. આ નદીને રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં લાવવાના ભગીરથ પ્રયાસને સાકાર કરવાનું કામ થઈ રહ્યું છે. જો બધું જ કામ આયોજન મુજબ થશે તો આગામી 15-20 વર્ષમાં ગુજરાત સહિત 4 મોટા રાજ્યોને આ નદીના પાણીની ભેટ મળશે. નદીઓને જોડવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘શારદા-યમુના-રાજસ્થાન-સાબરમતી લિંક પ્રોજેક્ટ’થી જ આ શક્ય બનશે.

પ્રોજેક્ટની કુલ લંબાઈ 1835 કિમી
આ પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, જેમાં અંદાજે એક લાખ કરોડનો ખર્ચ આવવાની શક્યતા છે. સાથે જ ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતને આ પ્રોજેક્ટનો મહત્તમ લાભ મળશે. આ સાથે ‘શારદા-યુમના-રાજસ્થાન-સાબરમતી લિંક પ્રોજેક્ટ’નો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન નેપાળમાં પંચેશ્વર નદી પર બાંધનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ આગામી તબક્કાનું કામ આગળ વધી શકે છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 1835 કિમી છે. આ અંતર્ગત હિમાલયની નદીઓ તરફથી સમુદ્રમાં વહેતા વધુ પાણીને જરૂરિયાતમંદ રાજ્યો તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ રીતે શારદા નદીનું પાણી ગુજરાત પહોચશે
નેપાળમાં શારદા નદી પર 5 જળાશયો બનાવવામાં આવશે. જેમાંથી વધુ પાણી પહેલા ઉત્તરાખંડથી યમુના નદીમાં લાવવામાં આવશે. ત્યારપછી આ પાણીને કેનાલ મારફતે રાજસ્થાનની સુકલી નદીમાં લઈ જવામાં આવશે. સુકલીથી આ પાણી અમદાવાદની સાબરમતી નદીમાં પાણી પહોંચશે. હાલ આ પ્રોજેક્ટથી નેપાળને ઘણી વીજળી મળશે.

નદીઓને જોડવાની યોજના વર્ષ 1980માં તૈયાર કરવામાં આવી હતી
મહાકાલી તરીકે ઓળખાતી શારદા ઉપરાંત ઘાઘરાનદીને પણ યમુના સાથે જોડવા માટે પસંદ કરવામાં આવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જળશક્તિ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને નદીઓને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય સાથે યોજનામાં હિમાલય ક્ષેત્રની નદીઓની શ્રેણી હેઠળ જોડવા માટે નક્કી કરવામાં આવી છે. જળ સંસાધન રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ નદીઓને જોડવાની યોજના વર્ષ 1980માં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, જે વિસ્તારમાં વધુ પાણી છે તે વિસ્તારમાંથી ઓછા પાણીની ઉપલબ્ધતાવાળા વિસ્તારમાં પાણી લાવવાના હેતુથી આ યોજના તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?

Published On - 6:09 pm, Thu, 6 January 22