ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવવામાં નિષ્ફળ, દોષનો ટોપલો વિજય રૂપાણી પર ઢોળાયો: ભરતસિંહ સોલંકી

|

Sep 12, 2021 | 9:57 AM

પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપ સરકારે દોષનો ટોપલો વિજય રૂપાણી પર ઢોળયો છે. તેમજ ભાજપ સરકાર ચલાવવામાં નિષ્ફળ ગઈ છે

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા કોંગ્રેસના પુર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ સરકાર પર કટાક્ષાત્મક પ્રહારો કર્યા છે. પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપ સરકારે દોષનો ટોપલો વિજય રૂપાણી પર ઢોળયો છે. તેમજ ભાજપ સરકાર ચલાવવામાં નિષ્ફળ ગઈ છે અને આવનારા સમયમાં રાજકારણમાં પરીવર્તન આવશે. જયારે કોંગ્રેસ સત્તા પર ફરી આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જ્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીનું રાજીનામુ એ એક રિમોટ કન્ટ્રોલ રાજકારણનો અંત  છે.  બે રિમોટ થી ચાલતી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજીનામુ ધરી દીધું છે. કોરોના મહામારીમાં સરકારની  નિષ્ફળતા  અને બેરોજગારી ને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. તેમજ આખી સરકારને  બરખાસ્ત કરી નવો જનાદેશ લાવવો જોઈએ.

ગુજરાતમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમજ તેમનો ભોગ લેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે . તેમણે આક્ષેપ કર્યો કે મોંધવારી,બેકારી અને કોરોના મહામારી માટે સીધી રીતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે.

તેમણે કોરોના કાળ દરમ્યાન સીએમ રૂપાણીને તાળી અને થાળીમાં વ્યસ્ત રાખ્યા હતા. જેના લીધે તેમણે પ્રજાના ભોગનો શિકાર બનવું પડ્યું છે. ભારતીય જનતા પાટીએ ચહેરો બદલ્યો છે નીતિ નહિ. જેના લીધે ગાંધી અને સરકારના ગુજરાતના નવી પેઢી ગુલામીનો અનુભવ કરી રહી છે.

આ પણ વાંચો : Vijay Rupani Resignation: હું કાર્યકર અને સંગઠનમાં પાર્ટી કહેશે તેમ કામ કરતો રહીશ : રૂપાણી

આ પણ વાંચો : Vijay Rupani Resignation: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન

Published On - 11:42 pm, Sat, 11 September 21

Next Video