Ahmedabad: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, લગભગ 30 મિનિટથી વધુનો સમય વિતાવ્યો

|

Oct 14, 2022 | 2:55 PM

સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં લગભગ ૩૦ મિનિટથી વધુનો સમય ગાળ્યો હતો અને નેલ્સન મંડેલા પર ગાંધીજીના પ્રભાવ સહિતની માહિતી મેળવી હતી.

Ahmedabad: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, લગભગ 30 મિનિટથી વધુનો સમય વિતાવ્યો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

Follow us on

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar)ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરની (Gandhinagar) મુલાકાત છે. સૌ પ્રથમ જગદીપ ધનખડે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં લગભગ ૩૦ મિનિટથી વધુનો સમય ગાળ્યો હતો અને નેલ્સન મંડેલા પર ગાંધીજીના પ્રભાવ સહિતની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની વિઝીટ બુકમાં સંદેશ લખ્યો હતો. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગરમાં GNLUના કાર્યક્રમમાં હાજરી આપશે. GNLUના એકસલન્સ ઇન હાયર એજ્યુકેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે સાથે વિવિધ સુવિધાનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરમાં આજે ‘એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે.

ગુજરાત શિક્ષણ વિભાગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડના હસ્તે આ પ્રસંગે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) અમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

21મી સદીના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા તેમજ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી વિદ્યાર્થીઓને આર્થિક પગભર બનાવી શકાય તેવા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ, અંતર્ગત એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઈ-ભૂમિપૂજન કરશે જે માટે રાજ્ય સરકાર દ્વારા આ માટે લગભગ રૂ. 25 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નિંગ સપોર્ટ સેન્ટર, ગુરુકુલ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર તેમજ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમનું પણ ઈ-ભૂમિપૂજન કરશે. જે માટે રૂ. 12 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગર ખાતે અંદાજિત રૂ. 1754 લાખના ખર્ચે નિર્મિત ઈમારતનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. કાનૂની અને પર્યાવરણ ક્ષેત્રના કેટલાક સ્ટાર્ટઅપ્સ/ઉદ્યોગ સાહસિકો અને રાજ્ય ન્યાયતંત્રના તાજેતરમાં ભરતી થયેલા ન્યાયાધીશોને ઉપરાષ્ટ્રપતિ દ્વારા બિરદાવવામાં આવશે.

Next Article