શાકભાજી સાથે કઠોળના ભાવમાં વધારો થતાં લોકોના ખિસ્સા પર પડ્યો ભાર, જાણો ભાવોમાં કેટલા થયા ફેરફાર

|

Jul 02, 2023 | 5:35 PM

બિપરજોય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા મળી છે. આ એટલા માટે કારણ કે બિપરજોયમાં વાવેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થયા છતાં પણ તેટલા જ છે. એટલું જ નહીં પરંતુ શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે.

શાકભાજી સાથે કઠોળના ભાવમાં વધારો થતાં લોકોના ખિસ્સા પર પડ્યો ભાર, જાણો ભાવોમાં કેટલા થયા ફેરફાર

Follow us on

બિપરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તો ચોમાસા દરમિયાન કઠોળના ભાવમાં વધારો (Increase in price of pulses) થયો છે. શાકભાજીની અવેજીમાં લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. બંનેના ભાવ વધતા ખરીદી પર અસર પડી  છે. તો ખાવું તો શું ખાવું તેને લઈને લોકો  મૂંઝવણમાં મુકાયા છે.

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેના કારણે આ વર્ષે ખેડૂતો માટે ચોમાસુ સારું નીવડે તેવી શક્યતાઓ શિવાય રહી છે જેથી આગામી વર્ષમાં ખેડૂતોને તેમજ લોકોને તેનો સીધો ફાયદો થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ તે પહેલા આ ચોમાસામાં આ વરસાદ લોકો માટે હાલાકી લઈને આવ્યો છે ચોમાસામાં વરસાદી પાણી ભરાવા ભુવા પડવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસામાં ભાવ વધારાની સમસ્યા પણ જોવા મળી છે.

ચોમાસુ હોય, શિયાળો હોય કે ઉનાળો જ્યારે લોકો સિઝનેબલ શાકભાજી ખરીદીને ખાતા હોય છે પરંતુ દર સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે આ વર્ષે બિપરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકો શાકભાજી ખાય કે પછી કઠોળ ખાય તે પ્રશ્ન સર્જાયો છે, કારણ કે હોલસેલમાં કઠોળના ભાવમાં પાંચ રૂપિયા કે દસ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જ્યારે રિટેલ માં 20 થી 40 રૂપિયા ભાવ વેપારીઓ લઈ રહ્યા છે જેના કારણે લોકો ખરીદે શું તે પ્રશ્ન સર્જાયો છે જોકે શાકભાજી અને કઠોળ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધારા વચ્ચે લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 30-10-2024
પગમાં અહીં દબાવશો એટલે શરીરનો બધો ગેસ નીકળી જશે, જુઓ Video
સુરતમાં અહીં બનશે 6 નવા ફ્લાય ઓવરબ્રિજ, જાણો સંપૂર્ણ વિગત
માત્ર અનુલોમ વિલોમથી જ શરીરની આટલી બધી સમસ્યાઓનું થશે સમાધાન,જાણો
તમે પણ કમાઓ અને ખરીદો... ચામડાની બેગના દાવા પર ટ્રોલર્સને જયા કિશોરીનો વળતો જવાબ
દિવાળી પહેલા કેદારનાથ પહોંચી બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો

શાકભાજી અને કઠોળમાં કેટલો નોંધાયો ભાવ વધારો

વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો આવ્યો હતો. જો તેના પર નજર કરીએ તો વાવાઝોડાની શાકભાજી પર અસર જેવા મળી જેમાં હોલસેલમાં 15 ટકા ઉપર જેટલા ભાવ વધ્યા. જ્યારે રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. રિટેઇલ બજારના કિલો દીઠ ભાવ પર નજર કરીએ તો

  1. ટામેટા 20 ના 80 રૂપિયા ઉપર થયા
  2. સિમલા મરચાંના 20 ના 60 રૂપિયા ઉપર થયા જે મુંબઇ થી આવે
  3. આદુ 60 ના 200 રૂપિયા ઉપર થયા જે બેંગ્લોર થી આવે
  4. કોથમીર 30 ના 120 રૂપિયા ઉપર થયા જે રાજકોટ, ઇન્દોર, રતલામ થી આવે છે
  5. મરચા 30 ના 60 રૂપિયા ઉપર થયા જે ગુજરાતમાં જ તેનું ઉત્પાદ થાય છે
  6. ગાજરના ભાવ 20 ના 50 રૂપિયા ઉપર થયા

અને જો હોલસેલ બજારની વાત કરીએ તો તેમાં આમ તો વધુ કોઈ ફરક નથી નોંધાયો. જોકે ટમેટા. કોથમીર આદુ ના ભાવમાં ખૂબ વધારો છે. એક અંદાજ પ્રમાણે જમાલપુર APMC ખાતે હોલસેલ ભાવમાં 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. જેનું કારણ વાવાઝોડાના કારણે માલની આવક ઘટવાનું છે.

કઠોળના હોલસેલ ભાવ જોઈએ તો

  1. મગ પહેલા 83 રૂપિયા કિલો હતા જેના 90 જેટલા ભાવ થયા
  2. મોગર દાળ પહેલા 104 રૂપિયે કિલો હતી જે હાલ 110 રૂપિયે કિલો થઈ
  3. તુવેર દાળ પહેલા 125ની કિલો હતી જે હાલ 130 રૂપિયા કિલો થઈ
  4. અડદ દાળ પહેલા 107 રૂપિયા કિલો હતી જે હાલ 110 રૂપિયા કિલો થઈ
  5. વાલ પહેલા 210 રૂપિયા કિલો હતા જે હાલ 215 નાં કિલો થયા
  6. મગફાળી પહેલા 88 ના કિલો હતા જે હાલ 90 ના કિલો થયા
  7. ચણા પહેલા 56 ના કિલો હતા જે હાલ 60 રૂપિયા કિલો થયા
  8. મઠ પહેલા 78 ના કિલો હતા જે 85 ના કિલો થયા
  9. ચોળા 107 ના કિલો હતા હાલ 115 કિલો થયા
  10. ચણાદાળ પહેલા 61 ની કિલો હતી જે હાલ 65 રૂપિયા કિલો થઈ

 

મસાલાના ભાવ પર નજર કરીએ તો

  1. જીરું પહેલા 320 ની આસપાસ મળતું હતું જે હાલ 680 ની આસપાસ મળી રહ્યું છે
  2. બીજું જીરુ 340 ની આસપાસ મળતું હતું જે 720 ની આસપાસ મળી રહ્યું છે
  3. વરિયાળી નો ભાવ પહેલા 220 હતો કે હાલ 420 પર પહોંચ્યો છે
  4. અજમાનો ભાવ પહેલા 205 હતો જે હાલ 280 ઉપર પહોંચ્યો છે
  5. સવાનો ભાવ પહેલા 135 હતો જે હાલ 200 પર પહોંચ્યો છે
  6. જ્યારે મેથી નો ભાવ પહેલા 85 હતો જે હાલ 100 પર પહોંચ્યો છે

 

વેપારીઓના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડું અને બાદમાં વરસાદી માહોલ અને ઉપર થી ભાવ વધતા હોલસેલ અને રિટેલ બજારમાં ભાવ વધારો નોંધાયો છે. સાથે જ વેપારીઓએ પણ જણાવ્યું કે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે. જેમાં ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યાંથી આ કઠોળ આવતા હોય છે. જેના કારણે તેના ભાવ પર અસર જોવા મળી છે. જોકે વેપારીઓએ સાથે એ પણ જણાવ્યું કે જો આ વર્ષે વરસાદ સારો રહ્યો તો હાલ કઠોળ માટે પાકની સીઝન છે જે પાક સારો થશે તો આગામી વર્ષ દરેક લોકો માટે સારું જશે. તેમજ વધુ ભાવ વધારો પણ નહિ હોય.

ઉલેખનીય છે કે પહેલા શાકભાજી, હવે કઠોળ અને તેમાં પણ કઠોળમાં ભાવ વધતા ચનામાં ભાવ વધ્યા જેના કારણે ચણાના લોટમાં તેમજ ઘઉંના લોટમાં પણ ભાવ વધ્યાની ચર્ચાઓ છે. જે પણ ઘરમાં ઉપયોગમાં લેવાતો રોજિંદા ખોરાકની વસ્તુ છે. ત્યારે લોકો ખાય તો શું ખાય તે પ્રશ્ન લોકોને મનમાં સતાવી રહ્યો છે. ત્યારે લોકો પણ આશા રાખી રહ્યા છે કે મોંઘવારી વચ્ચે વધતા આ ભાવ પર અંકુશ આવે જેથી લોકો જરૂર પ્રમાણે ખોરાક આરોગી શકે અને સ્વસ્થ પણ રહી શકે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:28 pm, Sun, 2 July 23

Next Article