24મી માર્ચે વર્લ્ડ ટીબી ડેની ઉજવણી (World TB Day) દેશભરમાં કરવામાં આવી. વર્ષ 2025 સુધીમાં દેશે ટીબીમુક્ત કરવાનું સપનું વડાપ્રધાને જોયું છે. ત્યારે ટીબીના દર્દીઓ (TB patients) ની દેખરેખ માટે સરકારે નવી એપ્લિકેશન (Application) બનાવી છે. દેશને ટીબી મુક્ત કરવા માટે અને ટીબીના દર્દીઓની સાર સંભાળ રાખવા માટે આ વિશેષ એપ્લિકેશન ખૂબ જ મદદરૂપ થશે. અમદાવાદ (Ahmedabad)માં પણ ટીબીના દર્દીઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં ટીબીના દર્દીઓની ચિંતા હવે વટવા અને નરોડા GIDC દ્વારા કરવામાં આવશે. 24મી માર્ચ વર્લ્ડ ટીબી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં પણ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી.
અમદાવાદમાં ટીબીના દર્દીઓની વિશેષ સંભાળ રાખવા માટેની વ્યવસ્થા કરાઈ છે. તો આ સાથે ટીબીના દર્દીઓની દેખરેખ રાખવા માટે એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જેનાથી ટીબીના દર્દીઓની તમામ માહિતી મળી રહેશે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલી આ એપ્લિકેશનમાં દરેક દર્દીની વિસ્તાર પ્રમાણે માહિતી રહેશે અને તેણે કેટલી સારવાર મેળવી છે તે જાણી શકાશે. વડાપ્રધાન મોદીએ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું સપનું જોયુ છે. તેના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અમદાવાદમાં શહેરમાં પણ ચિંતાજનક રીતે ટીબી રોગ વધી રહ્યો છે. ત્યારે આ સાથે નરોડા, વટવા જીઆઈડીસી દ્વારા 1000 ટીબીના દર્દીઓની ચિંતા કરવામાં આવશે અને આ એપ્લિકેશન દ્વારા દર્દીઓની જાણકારી મેળવી તેમના સુધી બનતી સારવાર પહોંચાડવામાં આવશે.
ટીબીના દર્દીઓના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં એક સર્વે અનુસાર 40 ટકા વસ્તીમાં ટીબીનો ચેપ હોવાનું બહાર આવ્યું છે. દેશમાં દર એકથી દોઢ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ ટીબીથી થાય છે. અમદાવાદમાં વર્ષે 18000 ટી.બી.ના દર્દી નોંધાય છે અને 1000 જેટલા દર્દીઓના મૃત્યુ થાય છે. ત્યારે ટીબીની સામે લોકો પણ યોગ્ય આહાર મેળવે અને શરીરની ઈમ્યુનિટી જાળવી રાખે તે ખુબજ જરૂરી છે. તો સમય સમય પર આરોગ્યની તપાસ પણ કરાવતા રહીએ એ હિતાવહ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-