
કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મ નિર્ભરતાનો સંદેશો આપ્યા બાદ ભારત અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે.

માત્ર 18 મહિનામાં અને સંપૂર્ણ ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસ જેને ટી-18 તરીકે પણ ઓળખવામાં આવે છે.

વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનનું અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વોલ્ટ વડોદરા અને ત્યારબાદ સીધી જ મુંબઈ સેન્ટ્રલ ખાતે આવેલું કરવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેનની ઝડપનો વીડિયો મુકીને ગર્વથી કહ્યું હતું કે, આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસ કે જે વીડિયોમાં આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે.
Published On - 9:44 am, Fri, 9 September 22