Vande Bharat: અમદાવાદને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ

|

Jul 07, 2023 | 8:56 AM

અમદાવાદને આજે બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અમદાવાદના સાબરમતીથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઈનટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે.

Vande Bharat: અમદાવાદને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ
Vande Bharat Train

Follow us on

Ahmedabad : અમદાવાદને આજે બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અમદાવાદના સાબરમતીથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઈનટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે. સાબરમતી-જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન ( Vande Bharat ) મહેસાણા, પાલનપુર, આબૂરોડ, ફાલના અને પાલી જેવા 5 સ્ટેશને ઉભી રહેશે.

આ ટ્રેન સાબરમતીથી 6 કલાકમાં જોધપુર પહોંચાડશે. એટલે કે મુસાફરોના બે કલાકનો સમય બચી જશે. 8 કોચની વંદે ભારત ટ્રેનમાં અંદાજે 500 મુસાફરો આરામદાયક સવારી કરી શકશે છે. અમદાવાદથી જોધપુર વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેનને લઈ તંત્ર દ્વારા ટ્રેક પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad : રોડ પર સ્ટંટ કરનાર આરોપીને 4 મહિના બાદ પોલીસે પકડીને ઉઠક બેઠક કરાવી, જુઓ Video

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતી કેટલીક ટ્રેનના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. તો બિકાનેર, હિસોર અને શ્રીગંગાનગર જતી કેટલીક ટ્રેનનો પણ સમય બદલવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) આજે ગોરખપુર અને લખનૌ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ આપશે. તો આજે જોધપુર અમદાવાદ વચ્ચે ચાલી રહેલી વંદે ભારતને પણ લીલી ઝંડી આપવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી દ્વારા આજે ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરવામાં આવશે.

ગોરખપુર સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. રેલવે મુજબ, ગોરખપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વડાપ્રધાન તેનો શિલાન્યાસ કરશે. આગામી સમયમાં આ સૌથી સુંદર રેલવે સ્ટેશન હશે. આ સાથે જ ગોરખપુરને ધાર્મિક શહેર તરીકે વિકસાવવામાં આવશે.

ટ્રેનમાં ક્યા પ્રકારની હશે સુવિધા?

પશ્ચિમ રેલવે 9મી જુલાઈ, 2023થી અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સજ્જ છે. જો વંદેભારત ટ્રેનની સુવિધાની વાત કરીએ તો આરામદાયક બેઠક, સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઈટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article