Ahmedabad: જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, હવેથી લારી, હોટલ અને દુકાનદારોએ વેક્સિન સર્ટિફિકેટ અથવા RTPCR રિપોર્ટ બતાવવો જરૂરી

|

Jun 11, 2021 | 7:11 PM

Ahmedabad : અમદાવાદના જિલ્લા કલેક્ટરે(Ahmedabad District Collector) જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શાકભાજી, લારી, હોટલો અને દુકાનદારોએ રસીનું સર્ટિફિકેટ અથવા RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી છે.

Ahmedabad: કોરોનાનું સંક્મણ ઘટતા હાલ રાજ્ય સરકારે ધંધા- રોજગારને મંજુરી આપી છે, ત્યારે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદના જિલ્લા કલેક્ટરે(Ahmedabad District Collector) જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શાકભાજી, લારી, હોટલો અને દુકાનદારોએ રસીનું સર્ટિફિકેટ અથવા RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી છે.

 

કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પણ સાવચેતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં મુજબ અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં  શાકભાજી, હોટલો અને  દુકાનદારોએ રસીનું સર્ટિફિકેટ (Vaccine Certificate) અથવા RTPCR રિપોર્ટ બતાવવો જરૂરી છે. આ જાહેરનામું મુખ્યત્વે સુપર સ્પ્રેડર(Super Spreader) માટે બહાર પડાયું છે.

 

 

મુખ્યત્વે આ જાહેરનામાં મુજબ શાકભાજી વેચનાર, દુકાનદારો, ચાની કીટલી, લારી અને હોટલ-રેસ્ટોરન્ટ વાળાઓએ રસીનું સર્ટિફિકેટ અથવા RT-PCR ટેસ્ટ સાથે રાખવો પડશે અને જો રસી ન લીધેલી હોય તો 10 દિવસથી વધારે દિવસો ન થયા હોય તેવો  RTPCR ટેસ્ટ સાથે રાખવો પડશે. જેથી સુપર સ્પ્રેડર દ્વારા સંક્રમણ થતું અટકાવી શકાય.

 

જિલ્લા કલેક્ટરે (District Collector) કહ્યું હતું કે, “સુપરસ્પ્રેડરે શક્ય હોય એટલી વહેલી તકે વેક્સિન  લેવાની રહેશે અને આ જાહેરનામાનો અમલ પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.”

 

જો આ જાહેરનામાનો ભંગ થશે તો એપેડેમિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Epidemic Disaster Management Act) વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેરનામું 12 જૂનથી 11 જુલાઈ સુધી લાગુ કરવામા આવ્યું છે. મુખ્યત્વે આ જાહેરનામું મહાનગરપાલિકા સિવાયના જિલ્લા વિસ્તારમાં લાગુ પડશે.

 

આ પણ વાંચો: Aviation Course: એરોનોટિક્સ તેમજ એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં શરુ થશે કોર્સ

Next Video