અનોખી ઉજવણી : વિરમગામમાં દંપતિએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ થયાની ઉજવણી સ્મશાનમાં કરી

|

Feb 24, 2022 | 6:03 PM

વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં ચોરી શણગારવામાં આવી હતી.

અનોખી ઉજવણી : વિરમગામમાં દંપતિએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ થયાની ઉજવણી સ્મશાનમાં કરી
Virangam Marrige Celebration In cemetery

Follow us on

માનવ જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાન પરંતુ મોટાભાગના લોકો સ્મશાનમાં રાત્રે જવાનું ટાળતા હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ(Viramgam) શહેરમાં ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહમાં(Cemetery)  દંપતિએ અનોખી રીતે સફળ લગ્ન જીવનના(Marriage Anniversary) 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી કરી હતી. સ્મશાન ગૃહમાં લગ્નની ચોળી શણગારી શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોએ કાઠીયાવાડી ભોજનની રંગત માણી હતી.

સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો

સામાન્ય રીતે લોકો પોતાના લગ્નની વર્ષ ગાંઠની ઉજવણી પરીવાર સાથે હોટલ, મોલ કે મલ્ટીપ્લેક્ષમાં પરીવાર સાથે જઇને કરતા હોય છે પરંતુ વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં ચોરી શણગારવામાં આવી હતી.

સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

લગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને ભેટ સોગાદો આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામમાં સુરેશભાઇ ચંડી દ્વારા ઘણા વર્ષોથી સબ વાહિની ની સેવા આપવામાં આવી રહી છે. તેમજલગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવી ભેટ સોગાદો આપવામાં આવી

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

આ પણ વાંચો : Dahod: ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ ગરીબોને 26 હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ અપાયાઃ મુખ્યમંત્રી

આ પણ વાંચો :  Ahmedabad : કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા, બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા

 

Next Article