પ્રજાની સુખાકારીને ધ્યાને રાખીને સરકાર આરોગ્ય ક્ષેત્રે વિવિધ પગલાઓ લઈ રહી છે. ત્યારે હાલમાં તમામ જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ સુવિધા સાભાર બનાવવામાં આવી છે. સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ આધુનિક ઉપકરણો બીમારીના સચોટ નિદાનમાં કારગત સાબિત થઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ વાળી મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં નવીન MRI મશીનનું લોકાર્પણ કરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા રૂ 9.34 કરોડના ખર્ચે વસાવવામાં આવેલ અત્યાધુનિક MRI મશીન દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.
આરોગ્યમંત્રીશ્રીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે , રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા આધુનિક ઉપકરણો દર્દીઓની સુખાકારીમાં વધારો કરવાની સાથે બીમારીના નિદાન તેમજ આરોગ્ય સેવાઓને સચોટ અને સરળ બનાવી રહ્યા છે. MRI મશીન દ્વારા કોઇપણ બીમારીનું કરવામાં આવતું નિદાન સચોટ સારવાર માટે કારગત સાબિત થાય છે
અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયેલ એમ.આર.આઇ. મશીનના પરીણામે હોસ્પિટલમાં આવતા દર્દીને મેડિસીટીમાં અન્ય સ્થળે એમ.આર.આઇ. કરાવવા જવાની જરૂર રહેશે નહીં. જેના પરિણામે દર્દીને સત્વરે સારવાર ઉપલબ્ધ બની રહેશે. સિવિલ મેડિસીટી કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ, GCRI હોસ્પિટલમાં અને એક P.P.P. ધોરણનું MRI મશીન અગાઉથી દર્દીઓની સેવાર્થે કાર્યરત હતું જેમાં આજે વધુ એક મશીનનો ઉમેરો થતા દર્દીઓ આનો ચોક્કસ લાભ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન 1200 બેડ હોસ્પિટલને જ્યારે કોવિડ ડેઝીગ્નેટેડ કરવામાં આવી ત્યારે આ હોસ્પિટલમાં C.T. સ્કેન મશીન, ડિજીટલ X-Ray, સોનાગ્રાફી, પોર્ટેબલ X-Ray અને સોનોગ્રાફી સહિતના વિવિધ ઉપકરણો પણ વસાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઉપલબ્ધ આ તમામ મશીનના પરિણામે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા મહિલા અને બાળરોગના દર્દી ઉપરાંત અન્ય રોગના દર્દીઓને બીમારીના નિદાનમાં ચોક્કસ મદદ મળી રહી છે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષામાં ઉમેદવારોના કન્ફર્મેશનના નિર્ણયને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આવકાર્યો
વર્ષ 2018 થી વર્ષ 2022 એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 18.06 લાખ એક્સ-રે, 76.365 સીટી સ્કેન, 44,919 એમ.આર.આઇ મશીન, 3.36 લાખ સોનોગ્રાફી, અને 1.34 કરોડ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…